નેશનલ

‘ખેડૂતો ટ્રેક્ટર સાથે દિલ્હી જવા અડગ…’ હરિયાણા સરકારની રજૂઆત પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું

નવી દિલ્હી: ખેડૂત આંદોલન બાદ પંજાબ અને હરિયાણાને લગતી Shambhu Border છેલ્લા ઘણા સમયથી બંધ છે. જેને ખોલવા માટે Punjab-Haryana Highcourt નિર્દેશ આપ્યા હતા, ત્યાર બાદ ખેડૂતોએ ફરી આંદોલન કરવાની તૈયારી શરુ કરી હતી, પરંતુ Supreme Court બોર્ડર ખોલવા પર રોક લગાવી હતી. હરિયાણા સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, આજે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે શંભુ બોર્ડર હાલ બંધ રહેશે.

સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા સરકારોએ ખેડૂતો સાથે કરેલી બેઠકનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. કોર્ટે બંને રાજ્યોની સરકારોને ખેડૂતો સાથે ચર્ચા ચાલુ રાખવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમે ખેડૂતો સાથે મધ્યસ્થી કરવા મિડીએટરની નિમણૂક કરીશું. કોર્ટે શંભુ બોર્ડર ખોલવા અને ખેડૂતોની માંગણીઓ ઉકેલવા માટે સૌહાર્દપૂર્ણ માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો હતો. સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું કે બંને રાજ્યોએ સંવાદ સમિતિ માટે વાટાઘાટોના મુદ્દાઓ પણ સૂચવવા જોઈએ.

પંજાબના એડવોકેટ જનરલ ગુરમિન્દર સિંઘે કોર્ટને માહિતી આપી હતી કે રાજ્યના અધિકારીઓએ આ અઠવાડિયાની શરૂઆતમાં ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજી હતી અને 12 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના સૂચન મુજબ અંબાલા-નવી દિલ્હી નેશનલ હાઈવેને ટ્રાફિક માટે આંશિક રીતે ખોલવાની શક્યતા વિષે ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું કે “ખેડૂતોને હાઇવે ખોલવામાં કોઈ સમસ્યા નથી. પરંતુ તેઓ આંદોલન કરવાના તેમના સંકલ્પ પર અડગ છે.”

બેન્ચે પંજાબના એડવોકેટ જનરલને કહ્યું કે, “તમારે તેમને હાઈવે ખાલી કરવા અને તેમના ટ્રેક્ટર અને ટ્રોલીઓ હટાવવા માટે સમજાવવા જોઈએ.”

હરિયાણાના એડિશનલ એડવોકેટ જનરલ લોકેશ સિંઘલ પણ કોર્ટમાં હાજર હતા, તેમણે કહ્યું કે ખેડૂતો હજુ પણ ટ્રેક્ટર સાથે સંસદ સુધી કૂચ કરવાનો આગ્રહ કરી રહ્યા છે.

બેન્ચે કહ્યું, “લોકશાહીમાં આ પ્રકારની માંગ થઇ શકે છે. અમે ઈચ્છીએ છીએ કે બંને રાજ્યો ખેડૂતોને સમજાવવા માટે સંયુક્ત પહેલ કરે. તમારા સંયુક્ત પ્રયાસો આ સમસ્યાને હલ કરી શકાય છે.

હવે આ મામલે આગામી સુનાવણી 2 સપ્ટેમ્બરના રોજ થશે. શંભુ બોર્ડર ફેબ્રુઆરીથી બંધ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button