નેશનલમનોરંજન

PM Narendra Modiના શપથવિધિ સમારોહમાં Shahrukh Khan આ શું કરતો જોવા મળ્યો?

ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ત્રીજી વખત શપથ ગ્રહણ કરીને ભારતના વડા પ્રધાન તરીકેનો કારભાર સંભાળ્યો છે. આ શપથ વિધિ સમારોહમાં દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ બધામાં બોલીવૂડના સેલિબ્રિટી અને ઉદ્યોગપતિઓનો સમાવેશ પણ થાય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન (Shahrukh Khan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કંઈક એવું કરતો જોવા મળી રહ્યો છે કે જેની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું શાહરુખ ખાને-

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં અનેક રાજકારણીઓ, ઉદ્યોગપતિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ પહોંચ્યા હતા જેમાં શાહરુખ ખાન (Shahrukh Khan), અક્ષય કુમાર (Akshay Kumar), વિક્રાંત મેસી (Vikrant Messi) સહિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) પણ પોતાના દીકરા નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani)સાથે જોવા મળ્યા હતા.

આ સમારોહના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે જેમાં શાહરુખ અને મુકેશ અંબાણી બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. બંને જણ સાથે વાતચીત કરી રહ્યા છે, પણ લોકોનું ધ્યાન તો શાહરૂખ ખાનના હાથમાં રહેલાં કોલ્ડ ડ્રિંકના ટેટ્રા પેક પર ગઈ હતી. આ સમયે શાહરૂખ ખાનના હાથમાં ORSનો ટેટ્રાપેક જોવા મળ્યો હતો. દિલ્હીની ગૂંગળાવી નાખતી ગરમી અને ઉકળાટથી પોતાને હાઈડ્રેટ રાખવા માટે મુકેશ અંબાણી અને શાહરુખ ખાન બંને જણ ORS પીતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Nita Ambani-Mukesh Ambaniનો આ લૂક જોયો કે? જોઈને આંખો પર વિશ્વાસ નહીં થાય…

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનને અમદાવાદ ખાતે આઈપીએલની ફાઈનલ પહેલાં હીટ સ્ટ્રોક આવ્યો હતો અને એ સમયે તેને હોસ્પિટલાઈઝ્ડ કરવાનો વારો આવ્યો હતો. દરમિયાન ORS પીને શાહરૂખ ખાને પોતાને હાઈડ્રેટ રાખવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો જોઈને યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે બંનેના ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બંને જણ ઈન્ડિયાના કિંગ છે અને આ લોકો પણ ORS પીવે છે, જે 15 રૂપિયામાં મળે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ઓઆરએસ દરેક સિઝન માટે બેસ્ટ હોય છે. હિટ સ્ટ્રોક બાગ કિંગખાન પોતાનું ધ્યાન રાખી રહ્યો છે એ સારી વાત છે.

આ જ ઈવેન્ટનો શાહરુખ ખાનનો બીજો પણ એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે આ ફોટોમાં શાહરુખ ખાન અને અક્ષય કુમાર એકબીજાને ગળે મળતાં જોવા મળી રહ્યા છે. ફેન્સ બંનેના આ બોન્ડને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન