દરેક વ્યક્તિ જાતીય સતામણીથી પરેશાન છે, આવું કેમ બોલ્યા સુપ્રીમ કોર્ટના જજ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગૌહાટી હાઈ કોર્ટના આદેશને ખોટો જાહેર કરી ફગાવી દીધો હતો. જેમાં એક મહિલા દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપના કેસમાં ભૂતપૂર્વ સર્વિસ સિલેકશન બોર્ડના કર્મચારીનું 50 ટકા પેન્શન રોકવાનો જે આદેશ હતો તે રદ કરીને તેમને પૂરું પેન્શન આપવાનો આદેશ કર્યો હતો.
CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે કાર્યસ્થળ પર કોઈપણ સ્વરૂપમાં જાતીય સતામણીને ગંભીરતાથી લેવી જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું હતું કે જાતીય સતામણી એ વ્યાપક મુદ્દો છે. જે વિશ્વમાં દરેક સમાજમાં દરેક કલચરમાં જોવા મળે છે. પછી તે ઓફિસ હોય કે ઘર દરેક જગ્યાએ જાતીય શોષણ થતું હોય છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ભારતમાં જાતીય સતામણી એ ગંભીર ચિંતાનો વિષય છે, અને જાતીય સતામણીનો સામનો કરવા માટેના આપણા દેશને ઘણા કાયદા બનાવ્યા છે અને તે આપણી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. નિવૃત્ત SSB અધિકારીને ફરીથી આખું પેન્શન આપવાના હાઈ કોર્ટના 2019ના આદેશને ફગાવીને જ્યાં સુધી જાતીય સતામણીના આરોપો લાગેલા છે ત્યાં સુધી અડધું જ પેન્શન મળશે એ પણ એમની ઉંમરને ધ્યાનમાં રાખીને આટલું પેન્શન આપવામાં આવશે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
સંબંધિત અધિકારી સપ્ટેમ્બર 2006 અને મે 2012 વચ્ચે આસામમાં આવેલા એક વિસ્તાર રંગિયા એરિયામાં કોઓર્ડિનેટર તરીકે કામ કરતા હતા. જ્યાં તેમના હાથ નીચે કામ કરતી મહિલા સાથે તેમને જાતીય સતામણી કરી હોવાનો તેમના પર આરોપ છે.