ઉદયપુરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: ગુજરાતના વેપારીઓ સહિત 29 ઝડપાયા | મુંબઈ સમાચાર

ઉદયપુરમાં સેક્સ રેકેટનો પર્દાફાશ: ગુજરાતના વેપારીઓ સહિત 29 ઝડપાયા

ઉદયપુરઃ તળાવોની નગરી તરીકે ઓળખાતા રાજસ્થાનના ઉદયપુરમાં પોલીસે એક રિસોર્ટમાં ચાલતાં સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રિસોર્ટમાં ઈવેન્ટના નામે ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરીને 14 યુવતિઓ અને 15 યુવકો સહિત 29 લોકોની ધરપકડ કરી હતી.

ડમી ગ્રાહકે ઈશારો કરતાં જ પોલીસ ત્રાટકી

પોલીસે જણાવ્યું કે, રિસોર્ટ સંચાલક એક મહિલા સાથે મળીને દેહ વ્યાપારનું રેકેટ ચલાવતો હોવાની તેમના ગુપ્ત માહિતી મળી હતી. આ લોકો બહારથી યુવતિઓ બોલવતા હતા અને પૈસાના બદલે રિસોર્ટમાં અનૈતિક દેહ વ્યાપાર કરાવતા હતા. પુરાવા એકત્ર કરવા માટે પોલીસે એક વ્યૂહરચના બનાવી હતી. જે અંતર્ગત એક સભ્યને બોગસ ગ્રાહક બનાવીને રિસોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. તેણે રિસોર્ટ સંચાલક અને મહિલાનો સંપર્ક કર્યો હતો. જેમાં ઈવેન્ટની આડમાં યુવતિઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. ડમી ગ્રાહકે ઈશારો કરતાં જ પોલીસે રિસોર્ટ પર રેઇડ કરી હતી.

29 લોકો રંગે હાથ ઝડપાયા

પોલીસે જ્યારે રિસોર્ટ પર દરોડો પાડ્યો ત્યારે 15 પુરુષ ગ્રાહકો અને 14 યુવતિઓ મળી કુલ 29 લોકો રંગે હાથ ઝડપાઈ હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપી પુરુષો પૈકી મોટાભાગના ગુજરાતના હતા. ગુજરાતના ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા જિલ્લાના લોકો હતા. જ્યારે મહિલા આરોપીઓ દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનની હતી.

આપણ વાંચો:  રાજા રઘુવંશી મર્ડર કેસમાં આખરે સોનમે એસઆઈટી સમક્ષ હત્યાની કરી કબૂલાત

પકડાયેલા પુરુષો સિમેન્ટ અને લોખંડની કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂટર હતા

પોલીસને જોતાં જ રિસોર્ટમાં હડકંપ મચી ગયો હતો. શરીર સુખ માણવા આવેલા ગ્રાહકો અને યુવતિઓ પોલીસને જોતા જ ફફડી ઉઠ્યા હતા. પકડાયેલા પુરુષો સિમેન્ટ અને લોખંડની કંપનીઓના ડિસ્ટ્રિબ્યૂટર હતા અને ટાર્ગેટ પૂરો કરતાં ટ્રિપ ઓફર થઈ હતી અને ઈવેન્ટના નામે શરાબ અને શબાબની વ્યવસ્થા રિસોર્ટના સંચાલકોએ કરી આપી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button