નેશનલ

જાણો મોદી કેબિનેટની સાત મહિલાઓ વિશે, જેના હાથમાં છે દેશની ધૂરા

નવી દિલ્હી: રવિવારે લોકસભામાં રચાયેલી NDA સરકારમાં, નવી કેબિનેટમાં સાત મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી બેને કેબિનેટ પ્રધાનની ભૂમિકા મળી છે. નવી સરકારમાં સામેલ કરાયેલા મહિલા પ્રધાનોમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન, ભાજપના સાંસદ અન્નપૂર્ણા દેવી, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણીયા અને અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે. સીતારામન અને અન્નપૂર્ણા દેવીને કેબિનેટ મંત્રી તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ મહિલાઓને રાજ્ય પ્રધાનનું પદ આપવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીની અગાઉની કેબિનેટનું 5 જૂને વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમાં કુલ દસ મહિલા પ્રધાન હતા. આ વખતે જે મહિલા પ્રધાનોને હટાવવામાં આવ્યા છે તેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રાજ્ય પ્રધાન ભારતી પવાર, સાધ્વી નિરંજન જ્યોતિ, દર્શના જરદોશ, મીનાક્ષી લેખી અને પ્રતિમા ભૌમિકનો સમાવેશ થાય છે.

સ્મૃતિ ઈરાની અને ભારતી પવાર નુક્રમે ઉત્તર પ્રદેશના અમેઠી અને મહારાષ્ટ્રના દાંડોરીમાં તેમની બેઠકો હારી ગયા હતા.
આ વર્ષે કુલ 74 મહિલાઓએ લોકસભાની ચૂંટણી જીતી હતી, જે 2019માં ચૂંટાયેલા 78 કરતા થોડી ઓછી હતી. નરેન્દ્ર મોદીએ તેમની 71 મંત્રીઓની કેબિનેટ સાથે રવિવારે શપથ લીધા હતા અને નવી ગઠબંધન સરકારની શરૂઆત થઈ હતી.
2014માં મોદીના પ્રથમ કાર્યકાળમાં આઠ મહિલા પ્રધાન હતા તેમના બીજા કાર્યકાળમાં છ મહિલા પ્રધાન હતા અને 17મી લોકસભાના અંત સુધીમાં દસ મહિલા પ્રધાન હતા.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker