નેશનલ

મનરેગા યોજનાના સાડાસાત લાખ બનાવટી કાર્ડ રદ કરાયાં: યુપીમાં સૌથી વધુ

નવી દિલ્હી : મહાત્મા ગાંધી રૂરલ એમપ્લોટમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા) હેઠળ દેવામાં આવેલા ૭.૪૩ લાખ બનાવટી જોબ કાર્ડ ૨૦૨૨-૨૩માં રદ કરાયાં છે. સૌથી વધારે બનાવટી જોબ કાર્ડ ઉત્તર પ્રદેશમાંથી રદ કરાયાં છે જેની સંખ્યા ૨.૯૬ લાખની છે.

ગ્રામીણ વિકાસના રાજ્યકક્ષાનાં પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતીએ બનાવટી જોબ કાર્ડ અંગેની માહિતી લોકસભામાં આપી હતી. આંકડા પ્રમાણે આખા દેશમાં ૨૦૨૨-૨૩માં ૭,૪૩,૪૫૭ અને ૨૦૨૧-૨૨માં ૩,૦૬,૯૪૪ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં. ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં
હતાં. આ રાજ્યમાં ૨૦૨૧-૨૨માં ૬૭,૯૩૭ અને ૨૦૨૨-૨૩માં ૨,૯૬,૪૬૪ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં. ઓડિશાનો બીજો નંબર હતો. આ રાજ્યમાં ૨૦૨૧-૨૨માં ૫૦,૮૧૭ અને ૨૦૨૨-૨૩માં ૧.૧૪.૩૩૩ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં.

મધ્ય પ્રદેશમાં ૨૦૨૧-૨૨માં ૯૫,૨૦૯ અને ૨૦૨૨-૨૩માં ૨૭,૮૫૯ બનાવટી જોબ કાર્ડ, બિહારમાં ૨૦૨૧-૨૨માં ૨૭,૦૬૨ ૨૦૨૨-૨૩માં ૮૦,૨૦૩ બનાવટી જોબ કાર્ડ અને ઝારખંડમાં ૨૦૨૧-૨૨માં ૨૩,૫૨૮ અને ૨૦૨૨-૨૩માં ૭૦,૬૭૩ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં. આંધ્ર પ્રદેશમાં ૨૦૨૧-૨૨માં ૧,૮૩૩ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં, જ્યારે ૨૦૨૨-૨૩માં આ વધીને ૪૬,૬૨૨ થયાં હતાં.

રાજસ્થાનમાં ગયા નાણાકીય વર્ષમાં ૪૫,૬૪૬ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં, જ્યારે ૨૦૨૧-૨૨માં ૧૪,૭૮૨ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં. પશ્ર્ચિમ બંગાળમાં છેલ્લાં બે વર્ષથી ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે નાણાંની ચૂકવણી અટકાવી દેવાઈ છે. આ રાજ્યમાં ૨૦૨૧-૨૨માં ૩૮૮ અને ૨૦૨૨-૨૩માં ૫,૨૬૩ બનાવટી જોબ કાર્ડ રદ કરાયાં હતાં. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button