ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી ચૂંટણી પહેલા AAPની ચિંતા વધી; સાત ધારસભ્યોએ આપ્યા રાજીનામાં

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના સાત ધારાસભ્યોએ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. પાર્ટીએ આ સાત ધારાસભ્યોની ટિકિટ રદ કરી હતી, આથી તેઓ પાર્ટીથી રોષે ભરાયા હતા. રાજીનામું આપનાર ધારાસભ્યોમાં રાજેશ ઋષિ, નરેશ યાદવ, રોહિત કુમાર મહેરૌલિયા, ભાવના ગૌર અને મદન લાલ સહિતનો સમાવેશ થાય છે.

રાજીનામું આપનારાઓમાં જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તુરબાનગરના ધારાસભ્ય મદન લાલ, મહેરૌલીના ધારાસભ્ય નરેશ યાદવ, ત્રિલોકપુરીના ધારાસભ્ય અને દલિત નેતા રોહિત કુમાર, પાલમના ધારાસભ્ય ભાવના ગૌડ, બિજવાસનના ધારાસભ્ય ભૂપેન્દ્ર સિંહ જૂનનો સમાવેશ થાય છે. આ બધાએ પોતાના રાજીનામામાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હોવાની ચર્ચા છે તેવ રાજેશ ઋષિએ અરવિંદ કેજરીવાલને લખેલા રાજીનામા પત્રમાં આરોપ લગાવ્યો કે પાર્ટીએ તેના મૂળભૂત સિદ્ધાંતો છોડી દીધા છે અને ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે. તેમણે એમ પણ લખ્યું કે સંતોષ કોલીના બલિદાન સાથે ખોટી રીતે વર્તવામાં આવ્યો હતો. તેના હત્યારાને ટિકિટ આપવામાં આવી, આ પાર્ટીના કાર્યકરો સાથે વિશ્વાસઘાત થયો છે. તેમણે પાર્ટીમાં ભાઈ-ભત્રીજાવાદનો પણ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : Delhi Election: વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મોટો આંચકો, આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ત્રિલોકપુરીના ધારાસભ્યએ શું કહ્યું?
રોહિત કુમાર મેહરોલિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું અને લખ્યું, “જેમને ફક્ત બાબા સાહેબનો ફોટો જોઇએ છે, તેમના વિચારો નહીં! હું આજથી આવા તકવાદી અને ખોટા લોકો સાથેના મારા સંબંધોનો અંત લાવું છું.” @AamAadmiParty હું સમિતિના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદો પરથી રાજીનામું આપું છું.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button