નેશનલ

કેરળમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો: બેનાં મોત, બાવનને ઇજા

ખ્રિસ્તી સમાજના યહોવાના વિટનેસિસનો સભ્ય શરણે આવ્યો

કોચી: અત્રેથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલા કલામાસેરીમાં ખ્રિસ્તી સમાજના એક ધાર્મિક મેળાવડામાં રવિવારે સવારે શ્રેણીબદ્ધ ધડાકા થતા બે મહિલાના મૃત્યુ થયા હતા, જ્યારે બાવન લોકો ઘાયલ થયા હતા. કેરળના ડીજીપી શેખ દરવેશ ૃસાહેબે થિરૂવનંતપુરમમાં પત્રકારોને કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાંં જાણવા મળ્યું છે કે વિસ્ફોટો કરવા માટે ઇમ્પ્રોવાઇઝડ એકસપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેરળના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)એ કહ્યું હતું કે “રવિવારે સવારે આશરે 9-45 કલાકે કલામાસેરીમાંના ઝોમરાહ ઇન્ટરનેશનલ ક્નવેશન સેન્ટરમાં ધડાકો થયો હતો. જેમાં બેનાં મોત થયા હતા. અને બાવન વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. યહોવાના વિટનેસિસ'નુ ધાર્મિક સંમેલન ચાલી રહ્યું હતું. દરમિયાનયહોવાના વિટનેસિસ’ના સભ્યો હોવાનો દાવો કરતો એક પુરુષ થ્રિસ્સુર જિલ્લા પોલીસ સમક્ષ હાજર થયો હતો અને વિસ્ફોટ માટે પોતે જવાબદાર હોવાનો દાવો કર્યો હતો. એજીડીપી (લો ઍન્ડ ઓર્ડર) એમ. આર. અજિતકુમારે પત્રકારોને કહ્યું હતું. “ડોમેનિક માર્ટિન” સવારે કોડાકારા પોલીસમથકમાં શરણે થયો હતો. તેણે પોતાના દાવાની પુષ્ટિ કરતા પુરાવાઓ આપ્યા હતા જેની અમે તપાસ કરી રહ્યાં છે. કલામાસેરીના ક્નવેન્શન સેન્ટરમાં લગભગ 2000 લોકો પ્રાર્થના કરવા માટે ભેગા થયા હતા. પોલીસના એક સ્ત્રોતે કહ્યું કે ત્રણ ધમાકા થયા હતા જેમાંથી બે શક્તિશાળી હતા અને ત્રીજો ઓછો શક્તિશાળી હતો.
ટીવી ચેનલો પર ઘટનાસ્થળના દૃશ્યો દર્શાવતા હતા કે આગમાંથી બચાવકાર્ય ચાલી રહ્યું હતું અને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ લોકોન સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યાં હતા. ક્નવેન્શન સેન્ટરની બહાર હજારો લોકો ભેગા થયા હતા. કેન્વેન્શન સેન્ટરમાં સળગતી ખુરશીઓના દૃશ્યો જોવા મળ્યા હતા અને લોકો ભયના માર્યા ચીસો પાડી રહ્યાં હતા. વિસ્ફોટના પગલે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રોને એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જર્યોજે તમામ સરકારી ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર હાજર થવા વિનંતી કરી હતી.
દરમિયાન એનએસજી (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)નું એક યુનિટ કેરળ જવા દિલ્હીથી રવાના થયું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયન સાથે ફોન પર વાતચીત કરી હતી. અમિત શાહે એનઆઇએ અને એનએસજીને વિસ્ફોટની તપાસ શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button