નેશનલ

કાશ્મીરમાં ‘અલગાવવાદ’ હવે ઈતિહાસ બની ગયોઃ અમિત શાહે કાશ્મીર મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં બદલાઈ રહેલી પરિસ્થિતિનાં લક્ષણ દેખાઈ રહ્યા છે. ત્યારે હુર્રિયત કોન્ફરન્સના બે ઘટક જૂથો – ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. જેને ગૃહ પ્રધાન અમિત શાહે આવકાર્યું હતું.

અલગાવવાદ હવે કાશ્મીરમાં ઇતિહાસ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે જણાવ્યું હતું કે હુર્રિયત કોન્ફરન્સના બે ઘટક જૂથો – ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનું સ્વાગત કરતા શાહે કહ્યું કે મોદી સરકારની એકીકરણ નીતિઓએ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદનો ખાતમો કર્યો છે. તેમણે આગળ કહ્યું કે અલગાવવાદ હવે કશ્મીરમાં ઇતિહાસ બનીને રહી ગયો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અમિત શાહે લખ્યું, “મોદી સરકારની એકીકરણ નીતિઓએ જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદનો અંત લાવ્યો છે. હુર્રિયત સાથે સંકળાયેલા બે સંગઠનોએ અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. હું ભારતની એકતાને મજબૂત બનાવવા તરફના આ પગલાનું સ્વાગત કરું છું અને આવા તમામ જૂથોને આગળ આવવા અને અલગતાવાદનો કાયમ માટે અંત લાવવા વિનંતી કરું છું”.

આ પણ વાંચો…Vaishnodevi ના શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, બાણ ગંગા ખાતે ઉભી કરાઇ આ સુવિધા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button