પાસપોર્ટ રિન્યુ કરવા મોકલ્યો અને પછી….
સોશિયલ મીડિયા પર દરરોજ અવનવી વસ્તુઓ જોવા મળતી રહે છે જેમાંથી કેટનીક તમને હસાવે છે તે કેટલીક તમને ડરાવી પણ દે છે. તેમાં ઘણી વાર એવા વિડીયો જોવા મળે કે જેમાં જેમાં લોકોની અજ્ઞાનતા કે પછી બાલિશતા છતી થતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કંઈક આવો જ વિડીયો વાઇરલ થયો હતો જેમાં એક વ્યક્તિનો પાસપોર્ટ જોવા મળે છે પરંતુ તેને પાસપોર્ટ કહી શકાય તેવી હાલતમાં જ નથી.
વાત જાણે એમ બની કે પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ રિન્યુ કરવા માટે મોકલ્યો અને જ્યારે ત્યાં હાજર ઓફિસરે તેને ઓપન કર્યો ત્યારે તેમાં દુનિયાભરના ફોન નંબર લખેલા હતા. ઓફિસના બીજા લોકોએ જ્યારે આ જોયું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેનો વીડિયો બનાવ્યો હતો. અને પછી આ વિડીયો વાઇરલ થઇ ગયો હતો.
એક્સ પર વાઇરલ કરવામાં આવેલા આ વિડીયોના કેપ્શન લખવામાં આવ્યું છે કે એક વૃદ્ધ સજ્જને રિન્યુઅલ માટે પોતાનો પાસપોર્ટ સબમિટ કર્યો છે. પરંતુ તેના પરિવારમાં કોઈએ આ પાસપોર્ટ સાથે શું કર્યું છે તેની પણ તેને જાણ નથી. અને આ પાસપોર્ટ જોયા બાદ અધિકારીઓ આઘાતમાં જતા રહ્યા છે. જો કે પાસપોર્ટમાં બધું મલયાલમમાં છે પણ તે સમજી શકાતું નથી.
આ ઉપરાત ઘણા લોકોએ કમેન્ટ કરી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે કલ્પના કરો કે તમે વિદેશ પ્રવાસ કરવાના છો. જો બધી તૈયારીઓ પૂરી થઈ જાય અને ઈમિગ્રેશન ઓફિસર તેને સ્ટેમ્પ કરવા માટે ખોલે અને આ બધું જુએ તો તેની હાલત શું થાય? બીજા એક સુઝરે લખ્યું હતું કે આ વ્યક્તિને ક્યારેય મુસાફરી કરવાનો મોકો મળ્યો જ નથી, તેથી તેના પરિવારના સભ્યોએ વિચાર્યું હશે કે શા માટે આ પાસપોર્ટને વેસ્ટ જવા દેવો અને તેમાં એકાઉન્ટ્સ અને ફોન નંબર લખી દીધા હશે.
નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આવો જ એક કિસ્સો શેર કર્યો હતો જેમાં એક પુત્રએ તેના પિતાના પાસપોર્ટ પર ઘણી બધી ડ્રોઇંગ્સ બનાવી હતી. જો કે પાસપોર્ટ એ સરકાર દ્વારા જાહેર કેરેલો એવો દસ્તાવેજ છે જે તમને હવાઇ મુસાફરી કરવાની પરવાનગી આપે છે.