નેશનલ

સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યાં: માર્કેટ કેપમાં ₹ ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ

મંદીની હેટ્રીક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.

ગુરૂવારે સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા ઘટીને ૬૬,૨૩૦.૨૪ પર સ્થિર થયો છે. દિવસ દરમિયાન તે ૬૭૨.૧૩ પોઈન્ટ અથવા એક ટકા ઘટીને ૬૬,૧૨૮.૭૧ની સપાટીને અથડાયો હતો.

ત્રણ દિવસમાં બેન્ચમાર્ક ૧,૬૦૮.૩૯ પોઈન્ટ અથવા ૨.૩૭ ટકા ઘટ્યો છે. બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ત્રણ દિવસમાં રૂ. ૫,૫૦,૩૭૬.૮૫ કરોડ ઘટીને રૂ. ૩,૧૭,૯૦,૬૦૩.૮૬ કરોડની સપાટીએ પહોંચ્યું છે. વૈશ્ર્વિક
ઇક્વિટીમાં મંદીના સેન્ટિમેન્ટને કારણે સ્થાનિક બજારમાં સતત ત્રીજા સત્રમાં વેચવાલી જોવા મળી હતી કારણ કે રોકાણકારો યુએસ ફેડરલના નિવેદનથી આ વર્ષના અંતમાં વધુ એક વખત વ્યાજદરમાં વધારો ઝીંકાવાની ધારણાં બાંધી રહ્યાં છે.

એશિયન બજારોમાં સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં લપસ્યા હતા. યુરોપિયન બજારોમાં ખૂલતા બજારમાં વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી. બુધવારે અમેરિકન બજારો રેડ ઝોનમાં ગબડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button