નેશનલ

Sensex crossed 73,000 for the first time and Nifty above 22,000

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે આઈટી શૅરોમાં જોવા મળેલા પ્રોત્સાહક પરિણામોને કારણે રોકાણકારોની વ્યાપક લેવાલી ઉપરાંત રિલાયન્સ અને એચડીએફસી બૅન્ક જેવાં હેવી વેઈટ શૅરોમાં લેવાલીને ટેકે આજની સત્ર શૅર બજાર માટે ઐતિહાસિક પૂરવાર થયું હતું, જેમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ આગલા બંધ સામે 1.05 ટકા અથવા તો 759.49 પૉઈન્ટના ઉછાળા સાથે 73,327.94 પૉઈન્ટની નવી વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી 0.93 ટકા અથવા તો 202.90 પૉઈન્ટની તેજી સાથે 22,000ની સપાટી કુદાવીને 22,097.45 પૉઈન્ટની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.
વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1085.72 કરોડની ચોખ્ખી લેવાલીનો ટેકો મળ્યો હતો, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 820.69 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં પાંચ સત્રમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 2.76 ટકાનો અથવા તો 1972.72 પૉઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને આ પાંચ સત્રની તેજીમાં બીએસઈ ખાતે લિસ્ટેડ શૅરોમાં રોકાણકારોની સંપત્તિ રૂ. 9,68,544.93 કરોડ વધીને 376,09 510.01 કરોડની સપાટીએ પહોંચી છે.
એકંદરે વર્તમાન નાણાકીય વર્ષનાં ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામો પ્રોત્સાહક આવતા બોટમ આઉટ થયેલા આઈટી શૅરોમાં આજે બાઉન્સબૅક જોવા મળ્યું હતું જેમાં મુખ્યત્વે વિપ્રોમાં છ ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 2.90 ટકાનો અને ઈન્ફોસિસમાં 2.47 ટકાનો ઉછાળો આવ્યો હતો. એકંદરે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી આજે 21 શૅરના ભાવ વધીને નવ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 35 શૅરના ભાવ વધીને અને 15 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ બીએસઈ ખાતેના કુલ સેક્ટોરિયલ ઈન્ડાઈસીસ પૈકી એકમાત્ર મેટલ ઈન્ડેક્સને બાદ કરતાં અન્ય તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…