ટોપ ન્યૂઝનેશનલ

વડાપ્રધાન મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ભરી ઉડાન

બેંગલુરુમાં HAL સુવિધાની મુલાકાત લીધી

બેંગલૂરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેજસ એરક્રાફ્ટમાં કર્ણાટકની રાજધાની બેંગલુરુ ગયા છે. પીએમ મોદીએ બેંગલુરુમાં ‘મેક ઇન ઇન્ડિયા’ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટને પણ મંજૂરી આપી છે. તેમણે આજેબેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સુવિધાની પણ મુલાકાત લીધી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેજસ ફાઇટર જેટ HAL દ્વારા જ વિકસિત કરવામાં આવ્યું છે, જે સ્વદેશી છે અને એક હળવું ફાઇટર એરક્રાફ્ટ છે. તેજસના બે સ્ક્વોડ્રનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ તેજસની ફ્લાઈટની કેટલીક તસવીરો શેર કરી હતી અને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે ‘X’ પર લખ્યું,આજે તેજસમાં ઉડતી વખતે હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને સમર્પણને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.

અગાઉ, કેટલાક દેશોએ હળવા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસની ખરીદીમાં રસ દાખવ્યો હતો અને વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન અમેરિકન ડિફેન્સ જાયન્ટ જીઇ એરોસ્પેસે એમકે-2-તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે HAL સાથે કરાર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-2023માં ભારતની સંરક્ષણ નિકાસ 15,920 કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button