વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું મોડેલ કે દારૂની સ્મેલ આવતા જ જાતે બંધ જશે કાર…
હમીરપુર: ઘણા લોકો દારૂપીને ડ્રાઇવ કરતા હોય છે અને તેના કારણે માર્ગ અકસ્માત પણ થતા હોય છે. ત્યારે નશો કરીને ડ્રાઇવ કરતા લોકોને રોકવા માટે હમીરપુરની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ આલ્કોહોલ ડિટેક્ટ મોડલ તૈયાર કર્યું છે. ભોરંજ પેટા વિભાગના આ વિદ્યાર્થીઓએ બાળ વિજ્ઞાન પરિષદમાં પોતાનું મોડેલ પ્રદર્શિત કર્યું હતું. મોડેલ બનાવનાર વિદ્યાર્થીઓએ ટ્રાફિક અકસ્માતોને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે સમજાવ્યું હતું. અને જણાવ્યું હતું કે તેમનું મોડલ ટ્રાફિક અકસ્માતોને અમુક અંશે રોકી શકે છે. તેમજ આ મોડલ બનાવવાનો ખર્ચ ઘણો ઓછો છે. આ મોડલ માત્ર 1800 રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યું છે.
આલ્કોહોલ ડિટેક્ટ મોડલ બનાવનાર વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે દારૂ પીવાના કારણે તેના એક સંબંધીનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જેના કારણે તેણે આ મોડલ બનાવવાનો વિચાર આવ્યો હતો. આ મોડલ બનાવવામાં તેને માત્ર 3 મહિનાનો સમય લાગ્યો હતો. આ મૉડલની ખાસિયત એ છે કે જ્યારે આ સેન્સર વાહનમાં લગાવવામાં આવે છે ત્યારે દારૂની ગંધ આવતા વાહન આપમેળે બંધ થઈ જાય છે. જ્યાં સુધી દારૂની વાસ બંધ નહીં થાય ત્યાં સુધી વાહન ફરી ચાલુ થશે નહિ. આ સેન્સરના ઉપયોગથી ડ્રિંક એન્ડ ડ્રાઇવ ટ્રાફિક અકસ્માતોને અમુક અંશે ઘટાડી શકાય છે.
બીજા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આજકાલ દારૂ પીને વાહન ચલાવવાને કારણે ઘણા અકસ્માતો સર્જાય છે. અને આવા અકસ્માતો અને જાતે પણ જોયેલા છે અને ઘણા એવા નજીકના વ્યક્તિઓ છે જેમના માર્ગ અકસ્માતના કારણે મોટું નુકસાન થયું હોય અને આ તમામ લોકોને જોઇને જ અમને આ મોડેલ બનાવવાની પ્રરણા મળી હતી. જ્યારે મોડલ બનાવવા માટે મહેનત કરનાર અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ મોડેલમાં IR સેન્સર છે જે તમારી આંખોને સ્કેન કરે છે. અને તેને મોડેલને ખબર પડે છે કે તમે ડ્રિંક કર્યું છે કે નહિ તેમજ NQ સેન્સર છે જે તમારા શરીરમાં રહેલા આલ્કોહોલનું પ્રમાણ જોઇને નક્કી કરે છે કે કાર સ્ટાર્ટ કરવાની પરવાનગી આપવી કે નહિ. આ ઉપરાંત આ મોડલમાં રોડ સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.