ગુજરાત સહિત 4 રાજ્યોના કારણે અટકી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી, ક્યાં સુધીમાં નક્કી થશે નવા પ્રમુખ ? | મુંબઈ સમાચાર

ગુજરાત સહિત 4 રાજ્યોના કારણે અટકી છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી, ક્યાં સુધીમાં નક્કી થશે નવા પ્રમુખ ?

નવી દિલ્હી : ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી મુદ્દે લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. તેવા સમયે એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે ભાજપ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા ચાર રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરશે. તેની બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરવામાં આવશે. કારણ કે, ભાજપના બંધારણ મુજબ જ્યાં સુધી 50 ટકા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રમુખની ચૂંટણી પૂર્ણ ના થાય ત્યાં સુધી રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાઈ શકતી નથી.

આ ઉપરાંત ભાજપ માટે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાંએ પણ મુશ્કેલી વધારી દીધી છે. જેના લીધે હાલ ભાજપ ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવારની શોધ કરી રહ્યું છે.

ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજયમાં નવા પ્રમુખની ચૂંટણી બાકી

આપણે ભાજપના ચાર રાજયમાં જ્યાં નવા પ્રમુખની ચૂંટણી બાકી છે. તેના પર નજર કરીએ તો પ્રથમ ઉત્તર પ્રદેશમાં હાલ આ જવાબદારી ભુપેન્દ્રસિંહ ચૌધરી પાસે છે. જોકે, તેમનો કાર્યકાળ સમાપ્ત થયો છે. ઉત્તર પ્રદેશ ભાજપ માટે અતિ મહત્વનું રાજ્ય છે તેમજ તેના પ્રદેશ પ્રમુખની પસંદગી સમગ્ર દેશના રાજકારણને અસર કરે છે. જેના લીધે ભાજપ પ્રમુખ પસંદગીના વધુ સમય લઈ રહ્યું છે.

ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા અંતિમ તબક્કામાં

જયારે બીજા રાજ્ય ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવે છે. ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. હાલ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પાસે છે.

કર્ણાટકમાં નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં વિલંબ

કર્ણાટક એ ત્રીજું રાજ્ય છે જેમાં સંગઠનાત્મ્ક ચૂંટણીમાં વિલંબના લીધે નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં વિલંબ થયો છે.
કર્ણાટક એ દક્ષિણ ભારતમાં ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. રાજ્યના સંગઠનમાં થયેલા બદલાવ બાદ પ્રદેશ અધ્યક્ષની પસંદગી પણ ઝડપથી કરવામાં આવે તેવી શક્યતા છે.

ત્રિપુરામાં નવા નેતુત્વની શોધ

જયારે ચોથા રાજ્ય ત્રિપુરાની વાત કરીએ તો તે પૂર્વ ભારતના આ રાજ્યમાં રાજીવ ભટ્ટાચાર્ય વર્ષ 2022 થી પ્રદેશ પ્રમુખ છે. આ પૂર્વે પ્રદેશ પ્રમુખ તરીકે માણિક સાહા હતા. ત્યારે ભાજપ આ પ્રદેશના નવા નેતુત્વની શોધ કરી રહી છે.

આવી છે રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટેની પ્રકિયા

ભાજપ પક્ષના બંધારણની સેકશન 19-20 મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટેની પ્રકિયા નક્કી કરવામાં આવી છે. જેમાં ઈલેકટોરલ કોલેજ તૈયાર કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ પરિષદના સભ્ય હોય છે. તેમજ રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવારે 15 વર્ષ કે તેથી વધુ સમયથી પ્રાથમિક સભ્ય હોવો જોઈએ. તેમને 20 પ્રસ્તાવક મળવા જોઈએ. આ પ્રસ્તાવક એવા પાંચ રાજયના હોવા જોઈએ જ્યાં સંગઠનાત્મક ચૂંટણી પૂર્ણ થઈ ચુકી હોય. તેની બાદ મતદાન કરવામાં આવે છે અને મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે.

આમ, જ્યાં સુધી ચાર રાજ્ય ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરામાં જ્યાં સુધી સંગઠનાત્મ્ક નિયુક્તિ પૂર્ણ કરવામાં નહી આવે ત્યાં સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો રસ્તો સાફ નહીં થાય.

આપણ વાંચો:  ભારતના ખાસ સાથી એવા ક્યા દેશે ભારતનો ‘અત્યાચારી દેશો’ની યાદીમાં કર્યો સમાવેશ ?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button