નેશનલ

દેશને મળી દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ, દૂર કરશે ચીનનો ઘમંડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ-લેન ટનલ દેશને સમર્પિત કરી છે. 2019માં પીએમ મોદીએ પોતે આ ટનલનું ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે આ ટનલ બનાવવામાં ચાર વર્ષ લાગ્યા છે.

આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય છે. ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ટનલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ ટનલને કારણે તેજપુરથી તવાંગની મુસાફરીનો સમય ઓછામાં ઓછો એક કલાક ઓછો થઈ જશે. ખાસ વાત એ છે કે ટનલની મદદથી દરેક સિઝનમાં કનેક્ટિવિટી જળવાઈ રહેશે. સામાન્ય રીતે, શિયાળામાં ભારે હિમવર્ષા દરમિયાન સેલા પાસ ઘણા મહિનાઓ સુધી બંધ રહેતો હતો.


વર્ષ 1962માં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીન વચ્ચે સૌથી ભયાનક યુદ્ધ થયું હતું. તે સમયે ભારતને આઝાદ થયાને માત્ર 15 વર્ષ જ થયા હતા. તે સમયે ભારત દેશ ચીનના ખતરાને સમજવામાં નિષ્ફળ રહ્યો હતો. તે પછી, ચીનની મેલી મથરાવટીને ધ્યાનમાં રાખીને, ભારત તરફથી દરેક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે.


ચીન તેના વિસ્તારમાં રસ્તાઓનું નેટવર્ક નાખવામાં સતત વ્યસ્ત છે. ભારતે પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આના પરિણામે, ચીનની સરહદે આવેલા ભારતીય વિસ્તારમાં ઓલ-વેધર રોડ અને ટનલનું નેટવર્ક બિછાવવાનું કામ ઝડપી કરવામાં આવ્યું હતું. ભારત પણ હવે તેના સરહદી વિસ્તારોમાં રોડ, ટનલની જાળ બિછાવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button