નેશનલ

હું મારા બાળકો માટે લડતો રહીશ! પાકિસ્તાનથી ગુલામ હૈદરે ફરી શેર કર્યો વીડિયો…

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે લાંલ આંખ કરીને અને મોટી કાર્યવાહી કરી છે. જેમાં મોટી વાત એ છે કે, પાકિસ્તાની નાગરિકોના દરેક પ્રકારના વિઝા રદ્દ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ચર્ચાનું સીમા હૈદર (Seema Haider) બની છે! સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું સીમાને પાકિસ્તાન પાછા જવું પડશે? મહત્વની વાત એ છે કે, સીમા હૈદર પણ પાકિસ્તાની છે. તે મે 2023 માં નેપાળ થઈને ભારત આવી હતી. તે તેના ચાર બાળકો સાથે અહીં આવી હતી. પછી તેણે તેના ભારતીય બોયફ્રેન્ડ સચિન મીના સાથે લગ્ન કર્યા હતા. સીમા હૈદરે તાજેતરમાં એક પુત્રીને જન્મ આપ્યો છે, જે સચિનની છે.

હું મારા ચાર બાળકો માટે લડતો રહીશ: ગુલામ હૈદર
નોંધનીય છે કે, સીમા હૈદરના પતિ (Ghulam Haider)નો એક નવો વીડિયો વાયરલ થયો છે. સીમા હૈદરના પતિ ગુલામ હૈદર (Ghulam Haider)એ તેની પત્ની, સચિણ મીણા અને વકીલ એપી સિંહ પર ફરી સખત શબ્દોમાં ઠપકો આપ્યો છે.વીડિયોમાં ગુલામ હૈદર કહી રહ્યો છે કે, ‘સીમાના પગ હવે ધ્રૂજી રહ્યા છે. તે વિચારે છે કે ગુલામ હૈદર હવે થાકી ગયો હશે અને તેની સામે કંઈ કરશે નહીં. તેથી તેનો વિચાર ખોટો છે. હું મારા ચાર બાળકો માટે લડતો રહીશ’. ગુલામ હૈદર પોતાના બાળકો માટે લડતો રહેશે તેવી તૈયારી દર્શાવી છે.

શું સીમાને ભારત છોડીને પાકિસ્તાન જવું પડશે?
ચર્ચાઓ એવી થઈ રહી છે કે, સીમાને ભારત છોડીને પાકિસ્તાન જવું પડશે પરંતુ સીમા હૈદરના વકીલે કહ્યું કે, પહેલગામના હુમલાના સમાચાર સાંભળીને સીમા દુઃખી અને પરેશાન છે, એટલું જ નહીં પરંતુ તે અત્યારે હોસ્પિટલમાં છે. અમે બધા જ આ હુમલાની નિંદા કરીએ છીએ. વકીલે એપી સિંહે કહ્યું કે, સીમા સનાતન ધર્મ અપનાવ્યા પછી પાકિસ્તાનથી નેપાળ આવી હતી. તેમણે નેપાળમાં સચિન મીણા સાથે લગ્ન કર્યા અને ભારત આવ્યા પછી, બંનેએ સંપૂર્ણ રીતરિવાજ અને વિધિ સાથે લગ્ન કર્યા હતાં. એટલું જ નહીં પરંતુ સીમાએ તમામ દસ્તાવેજ એટીએસ, ગૃહ મંત્રાલય અને ભારત સરકારને આપી દીધી છે. પરંતુ જોવાનું એ રહે છે સીમાના કેસમાં ભારત સરકાર દ્વારા કેવી કાર્યાવહી કરવામાં આવે છે?

મહત્વની વાત એ છે કે, સીમાના પતિ ગુલામ હૈદરે અત્યારે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેણે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનીઓની વિઝા રદ્દ કરવામાં આવ્યા છે તો સીમાને પણ પાકિસ્તાન પાછી મુકવામાં આવશે. જો કે, ગુલામ હૈદરે આ વીડિયોમાં એક પણ વખત પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ નથી કર્યો. માત્ર તેના બાળકો અને સીમાની જ વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button