લોકસભામાં સુરક્ષામાં છીંડાં વિધાન પરિષદમાં વિઝિટર પાસ પર પ્રતિબંધ | મુંબઈ સમાચાર
નેશનલ

લોકસભામાં સુરક્ષામાં છીંડાં વિધાન પરિષદમાં વિઝિટર પાસ પર પ્રતિબંધ

નાગપુર: સૂત્રોએ આપેલી માહિતી અનુસાર લોકસભામાં સુરક્ષામાં છીંડાં હોવાનું ધ્યાનમાં આવતા મહારાષ્ટ્ર વિધાન પરિષદનાં નાયબ અધ્યક્ષ નીલમ ગોર્હેએ બુધવારે સંબંધિત અધિકારીઓને વિઝિટર પાસ નહીં આપવાની સૂચના આપી હતી. રાજ્ય વિધાનસભાનું શિયાળુ અધિવેશન હાલ નાગપુરમાં ચાલી
રહ્યું છે.

સંસદ ભવન પર કરવામાં આવેલા હુમલાને બાવીસ વર્ષ પૂરા થયા એ દિવસે લોકસભામાં શૂન્ય કાળની પ્રશ્ર્નોત્તરીના સમય દરમિયાન બે ઘૂસણખોર પબ્લિક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા અને પીળા રંગનો વાયુ છોડવાનું શરૂ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, ત્યારબાદ સંસદ સભ્યોએ તેમને ઝડપી લીધા હતા. એ જ સમયે એક મહિલા સહિત બે વ્યક્તિએ પણ સંસદ ભવન પરિસરમાં રંગીન વાયુ છોડી સૂત્રોચ્ચાર કર્યા હતા.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ બનાવ સંદર્ભે ચાર જણની ધરપકડ કરવામાં આવી હોવાનું ગૃહને જણાવ્યું હતું.

બે વ્યક્તિની ધરપકડ ગૃહમાંથી અને બેની ધરપકડ સંસદ ભવનની બહારથી કરવામાં આવી હતી. આ બનાવને પગલે શ્રીમતી ગોર્હેએ વિઝિટર પાસ નહીં આપવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button