Jammu Kashmir ના Uri સેક્ટરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir)બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના આતંકવાદીઓના(Terrorist)પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શુક્રવારે સુરક્ષા દળોએ એલઓસી નજીક સરહદ પારથી શંકાસ્પદ આતંકવાદીઓને જોયા હતા. આ પછી સુરક્ષા દળોની ટીમ એલર્ટ થઈ ગઈ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કેટલાક કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ શનિવારે સુરક્ષાદળોની ટીમે બે આતંકીઓને ઠાર કર્યા હતા. બારામુલ્લા જિલ્લાના ઉરી(Uri) સેક્ટરમાં આતંકવાદીઓ સાથે આ અથડામણ થઈ હતી. આ વિસ્તાર LOC સાથે જોડાયેલ છે.
સુરક્ષા દળોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈને ગોળીબાર કર્યો હતો
સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શુક્રવારે ઉરી સેક્ટરના ગોહલાન વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ હતી. જવાનોએ ગોળીબાર શરૂ કરતાની સાથે જ તે બાજુથી પણ ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા દળોએ તરત જ મોરચો સંભાળી લીધો અને આતંકીઓને ઘેરી લીધા. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ એક આતંકીના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો છે.સરહદ ઉરી સેક્ટરની બરાબર સામે પાકિસ્તાનની પોસ્ટની છે. જ્યાંથી આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ભારતીય સેનાએ તેમની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી હતી.
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે
બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ ઉરી સેક્ટરના ગોહલાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોને શંકા છે કે બે-ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ હજુ પણ જંગલમાં છુપાયેલા હોઈ શકે છે. ભારતીય સેનાના જવાનો દરેક ખૂણા પર નજર રાખી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના જવાનોએ વિસ્તારમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો હતો.