નેશનલ
સુરક્ષા, હુમલો અને છીંડાં
સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે બે મુલાકાતી પબ્લિક ગેલેરીમાંથી કૂદકો મારી લોકસભાની ચેમ્બરમાં ઘૂસ્યા હતા. આ બંને પાસે અશ્રુવાયુનાં ડબ્બા હોવાનું કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું. સંસદની બહાર પીળા ધુમાડા કાઢતા ડબ્બા સાથે સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલા અને એક યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. (એજન્સી)