નેશનલ

વરમાળા વખતે જ ધમાલ: વરરાજા બીજી વાર લગ્ન કરવા ગયો, પહેલી પત્ની પોલીસ સાથે પહોંચી અને લગ્ન અટકાવ્યા!

લખનઉ: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નના માંડવાની નીચે પતિ પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ બીજા લગ્ન કરવા પહોંચી ગયો હતો અને જ્યારે તે વરમાળા પહેરાવવા જાય કે ત્યારે જ ગુજરાતથી તેની પહેલી પત્ની પુરાવાઓ સાથે લગ્નના માંડવે પહોંચી જાય છે અને હોબાળો મચાવી નાખે છે. પ્રથમ પત્નીએ આરોપ મૂક્યો હતો કે તેને છૂટાછેડા આપ્યા વીના જ તેનો પતિ બીજા લગ્ન કરી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર ગુજરાતના અંકલેશ્વરની રહેવાસી રેશ્મા અને ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના રહેવાસી આંનદ શર્માની બંનેની મુલાકાત અભ્યાસ દરમિયાન થઈ હતી અને બંને મિત્રતા જામી હતી. ત્યારબાદ બંને વર્ષ 2022ની 30ની માર્ચે કોર્ટ મેરેજ કરી લે છે. ત્યારબાદ બંનેના પરિવારજનો ધામધૂમથી બંનેના લગ્ન કરાવ્યા હતા. પરંતુ અંતે 18 નવેમ્બરના રોજ ધામધૂમપૂર્વક આનંદ શર્મા બીજા લગ્ન કરી રહ્યો હતો તે સમયે જ ગુજરાતથી રેશમા આવી પહોંચી અને સીધી સ્ટેજ પર ચઢી ગઇ હતી.

રેશમાને જોઈને વરરાજો અને પરિવારના લોકો ચોંકી ઉઠયા હતા. જો કે રેશમા એકલી નહોતી આવી પરંતુ તેના પરિજનોની સાથે આવી હતી. આ સાથે તેણે લગ્નના ફોટો પણ બધાને દેખાડ્યા હતા.

વરમાળા દરમિયાન, તે વરરાજાને પૂછે છે, “આપણાં છૂટાછેડા હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. તે પહેલાં તમે કેવી રીતે લગ્ન કરી શકો છો?”. જો કે તેના જવાબમાં આંનદ કહી રહ્યો છે કે, “મારી પાસે પણ એક PDF છે અને તે તેના સાથીઓને તે મહિલાને PDF બતાવવા કહે છે.

આ દરમિયાન રેશમા UPI પેમેન્ટના સ્ક્રીનશૉટ્સ પણ દેખાડે છે. પેમેન્ટ બતાવતા મહિલા કહે છે કે, ‘આ વ્યક્તિને મેં જેટલું પેમેન્ટ કર્યું છે, તે બધાનું સ્ટેટમેન્ટ મારી પાસે છે.’ આ દરમિયાન જ્યારે કોઈ તેને આરામથી બતાવવા કહે છે, તો તે તેને ‘ચૂપ રહેવા’ માટે કહે છે. પેમેન્ટ બતાવ્યા પછી પત્ની, પોતાના માંગભરાઈનો ફોટો પણ બતાવે છે અને આગળ તે લગ્નની તમામ તસવીરો પણ બતાવવા લાગે છે. મીડિયા અહેવાલો અનુસાર આ વિવાદ છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button