બિહારમાં બીજા તબક્કાના મતદાનની સાથે આ સાત રાજ્યોમાં પણ યોજાશે પેટા ચૂંટણી

નવી દિલ્હીઃ બિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે. તેની સાથે સાત રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણી પણ યોજાશે. કુલ આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં જમ્મુ-કાશ્મીરની બડગામ અને નગરોટા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, રાજસ્થાનની અંતા, તેલંગણાની જુબલી હિલ્સ, મિઝોરમની ડમ્પા અનેઓડિશાની નુઆપાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થશે.
ઉલ્લેખનીય છે કે ઓમર અબ્દુલ્લાએ વિધાનસભા ચૂંઠણીમાં બડગામ અને ગાંદેરબલ બંને સીટ પરથી ચૂંટણી જીતી હતી. તેણે બડગામ વિધાનસભા સીટ પરથી રાજીનામું આપ્યું હતું. તેથી અહીં પેટા ચૂંટણી યોજાશે. જ્યારે નગરોટા સીટ ભાજપ નેતા અને ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાના નિધન બાદ ખાલી પડી હતી.
ભાજપના નેતા કંવર લાલ મીણાને 2005માં એક કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા બાદ રાજસ્થાનના અંતા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાશે. જૂન 2005માં આપના ધારાસભ્ય કશ્મીર સિંહ સોહલના નિધનથી પંજાબની તરનતારન બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ 14 નવેમ્બરના રોજ પેટા ચૂંટણીના પણ પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો…બિહાર ચૂંટણી: બીજા તબક્કાનો પ્રચાર થંભ્યો, 3.7 કરોડ મતદારો મંગળવારે કરશે મતદાન



