સેબીના વડા Madhabi Puri Buch ને મળી ક્લીનચિટ, હિંડનબર્ગે લગાવ્યા હતા આરોપ... | મુંબઈ સમાચાર
નેશનલ

સેબીના વડા Madhabi Puri Buch ને મળી ક્લીનચિટ, હિંડનબર્ગે લગાવ્યા હતા આરોપ…

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સેબી ચીફ માધવી પુરી બુચને(Madhabi Puri Buch)તપાસમાં નિર્દોષ જાહેર કર્યા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બૂચ સામેની તપાસમાં કશું વાંધાજનક મળ્યું નથી. સૂત્રોએ જણાવ્યું કે તે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થશે. સેબી ચીફ સામે નાણાકીય અનિયમિતતાઓ અને હિતોના સંઘર્ષને લગતા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી અને અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે સેબી ચીફ સામે આક્ષેપો કર્યા હતા.

આ પણ વાંચો : કોંગ્રેસે સેબી અધ્યક્ષ Madhabi Puri Buch પર મૂક્યો આ ગંભીર આક્ષેપ

માધવી પુરી બુચના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા

માધવી પુરી બુચને હિતોના સંઘર્ષ અને નાણાકીય અનિયમિતતાના આરોપોની તપાસનો સામનો કરવો પડ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચે હિતોના સંઘર્ષ અને નાણાકીય અનિયમિતતાના આરોપો પર સેબીના ચેરપર્સન માધવી પુરી બુચના મૌન પર સવાલ ઉઠાવ્યા ત્યારે વિવાદ શરૂ થયો. હિંડનબર્ગે જણાવ્યું હતું કે બુચના અદાણી જૂથ સાથે અઘોષિત નાણાકીય સંબંધો હોઈ શકે છે જેની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : Hindenburg Research: હિંડનબર્ગના આરોપો પર SEBI ચીફ માધબી પુરી બુચની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રિપોર્ટમાં કરાયેલા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા

જ્યારે આરોપોનો જવાબ આપતા માધવી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે હિંડનબર્ગ રિપોર્ટમાં કરાયેલા દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. બંનેએ કહ્યું કે તેમનો નાણાકીય રેકોર્ડ પારદર્શક છે અને આ આરોપોનો હેતુ ‘ચરિત્ર હનન છે. હિંડનબર્ગના દાવાઓને ફગાવી દેતા આ સંદર્ભમાં બુચ દંપતીએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. દંપતીએ કહ્યું કે તેઓએ બે વર્ષ પહેલા ફંડમાં રોકાણ કર્યું હતું. જ્યારે બુચ સેબીમાં જોડાયા ન હતા.

Back to top button