થર્ડ એસીમાં ચઢેલા આ ખાસ પ્રવાસીઓને જોઈ સહપ્રવાસીઓએ કરી બબાલ, વીડિયો થયો વાઈરલ…
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે અને આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ઈન્ડિયન રેલવેના નિયમની ઐસી તૈસી કરીને પોતાની પાળેલી બે બકરીઓ સઆથે થ્રી ટિયર એસી કોચમાં પ્રવેશે છે. જ્યારે પ્રવાસી તેની આ હરકત સામે વાંધો ઉઠાવે છે તો તે કોચમાંથી ભાગવા લાગે છે. ચાલો જોઈએ શું છે આખી ઘટના-
મળી રહેલી માહિતી પ્રમાણે યુપીના બલિયામાં સિયાલદેહ એક્સપ્રેસનો છે. આ એક્સપ્રેસ ટ્રેનના થ્રી-ટિયર કોચમાં બે બકરીઓ સાથે પ્રવાસ કરે છે. એક તરફ જ્યાં રેલવે દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે ત્યાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી આ હરકતથી ભારતીય રેલવેનું નામ ખરાબ થાય છે.
કહેવા માટે તો એ થર્ડ એસીનો કોચ હતો, પરંતુ વીડિયોમાં કોચની અંદરનો નજારો જોઈને જાણે આ જનરલ કોચ હોય એવું લાગી રહ્યું હતું. આ રીતે થર્ડ એસીમાં બકરી લઈને પ્રવાસ કરનારા પ્રવાસીને જોતાં રેલવેની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે પ્રવાસીઓ જ રેલવેના નિયમોને ધાબે ચઢાવી દે છે, જેમાંથી મોટાભાગના કિસ્સામાં તો રિઝર્વેશન વિના સ્લિપર કે એસી કોચમાં કે પ્રવાસ કરવાના હોય છે કે પછી દાદાગિરી કરીને બીજાની સીટ પર કબજો કરવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
જેમ જેમ તહેવારોની સિઝન આવે છે એમ એમ એસી કોચની હાલત જનરલ કોચ જેવી થઈ જાય છે અને એમાં એવા પ્રવાસીઓ પ્રવાસ કરે છે જેમની પાસે જનરલ ટિકિટ હોય છે. આવી પરિસ્થિતિમાં એસી ટિકિટ કઢાવનારા પ્રવાસીઓને પ્રવાસ કરે છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.