કોઈ અજાણ્યા વ્યક્તિએ શાળાના બાળકોને પ્રસાદ કહીને પતાસા અને મખાના અને….
જયપુર: રાજસ્થાનના ચુરુમાં એક અજાણ્યા વ્યક્તિએ શાળાના કેટલાક બાળકોને પ્રસાદ આપ્યો હતો. અને ત્યારબાદ અચાનક જ બાળકોની તબિયત ખરાબ થતાં બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બાળકોની સારવાર શરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાલ શરૂ કરી દીધી હતી.
બિકાનેર જિલ્લાના બિડાસર સબડિવિઝન વિસ્તારના નજીકના ગામ ધાનેરુમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના લગભગ 15 બાળકોની તબિયત અચાનક બગડતા બાળકોને ટાટિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર, બિડાસરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બાળકોને પૂછતા જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલમાં પ્રસાદ આપ્યો અને આ પ્રસાદ ખાધા બાદ બાળકોને પેટમાં દુખાવો અને ઊલ્ટી જેવા પ્રશ્ર્નો શરૂ થયા હતા અને પછી બાળકોની તબિયત વધારે જ ખરાબ થવા લાગી હતી.
15માંથી બે વિદ્યાર્થીઓની તબિયત વધારે ખરાબ થવાના કારણે સુજાનગઢ રીફર કરવા પડ્યા હતા. કોઈ અજાણ્યા વ્યક્તિએ સાંજે એક સ્કૂલના બાળકને પ્રસાદ કહીને પતાસ અને મખાના આપ્યા હતા. જે ત્યાં રમતા તમામ બાળકોએ ખાધા હતા. અને તે ખાધા બાદ જ્યારે બાળકોની તબિયત લથડવા લાગી ત્યારે શાળાના શિક્ષકો તાકીદે બાળકોને પ્રથમિક સારવાર માટે લઇ ગયા હતા. જેમાંથી બે બાળકોને સુજાનગઢ રીફર કરવામાં આવ્યા છે. અન્ય બાળકોની સારવાર ચાલુ છે.