નેશનલસ્પેશિયલ ફિચર્સ

QR Code સ્કેન કરો છો? પહેલાં આ વાંચી લો…

આજકાલ ચીટિંગ અને સ્કેમ કરવા માટે સ્કેમર્સ જાત-જાતના ગતકડાંઓ કરતાં હોય છે અને સાયબર સિક્યોરિટી કંપનીઓના મતે સ્કેમર્સ લોકોને ફિશિંગ લિંક મોકલીને છેતરતા હોય છે. સ્કેમર્સ લોકોને ઈ-મેલમાં QR Code મોકલીને તેમની સાથે છેતરપિંડી કરે છે. આ QR Code કોઈ પણ ફિશિંગ લિંક અને સ્કેમ પેજ સાથે અનકોડેડ હોય છે, એટલે જેવું યુઝલ આ કોડને સ્કેન કરે છે એટલે તે સ્કેમનો શિકાર બની જાય છે. આ સિવાય સ્કેમર્સ લોકોને ગિફ્ટ કે બીજી કોઈ લાલચ આપીને પણ છેતરી જતા હોય છે. જો તમે પણ ગમે તેમ આડેધડ QR Code સ્કેન કરો છો તો પહેલાં આ વાંચી લો.

આજકાલ જ્યાં જુઓ ત્યાં દુકાનોમાં, સ્ટોલ્સ પર, ઓલા-ઉબર કે રિક્ષામાં QR Code લગાવવામાં આવેલા હોય છે અને એવામાં સ્કેમર્સ તેમના કોડ પણ ચોંટાડી દે છે, જેને કારણે કોઈ બીજા એકાઉન્ટમાં પેમેન્ટ થઇ જાય છે. આ અંગે અમેરિકન એજન્સી FBIએ પણ ચેતવણી આપી છે. આ ઉપરાંત સ્કેમર્સ અસલી કોડ પર ફેક કોડ પણ લગાવે છે અને આવા ફેક કોડ સ્કેન કરતી વખતે તમારો મોબાઈલ ફોન પણ હેક થઈ શકે છે.


સરકાર અને સાયબર સિક્યોરિટી કંપનીઓ દ્વારા પણ અવારનવાર લોકોને આ પ્રકારની છેતરપિંડીથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવતી હોય છે. જોકે, હવે લોકોમાં ફિશિંગ મેલ પ્રત્યેની જાગરૂક્તા વધી રહી છે અને એને કારણે લોકો આવા ઈમેલ ખોલતા નથી. તેથી જ હવે સ્કેમર્સ દ્વારા લોકોને છેતરવાની આ નવી સ્કીમ બનાવવામાં આવી છે, જેમાં તેઓ QR Code સેન્ડ કરવાનું શરુ કર્યું છે. આ પેટર્ન ખૂબ જ જોખમી છે કારણ કે તમે લિંકને એક વખત યાદ રાખી શકો છો, પણ QR Codeની બાબતમાં આવું કરવું અશક્ય છે.


આજકાલ ઈન્ટરનેટનો જમાનો છે અને ટેક્નોલોજીના આ જમાનામાં સાવધ રહેવું એ જ એકમાત્ર ઉપાય છે. આ જ કારણસર જો તમને પણ ઈમેલમાં કોઈ QR Code મોકલાવે તો તેને ખતરાની ઘંટડી સમજીને સ્કેન કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત સ્કેમર્સ પાસવર્ડ કોમ્પ્રોમાઇસ કે સર્વિસ એક્સપાયરી જેવા કારણો આપીને પણ ઈમેલ મોકલાવીને ક્વીક એક્શન લેવા માટે તમને ઉશ્કેલી શકે છે. કોઈ પણ QR Code સ્કેન કરતાં પહેલાં એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ QR Code કોના નામે છે. જો તે દુકાનદારના નામ પર જ હોય તો જ પેમેન્ટ કરવું જોઈએ અને ફ્રી કાર્ડ જેવી લોભામણી જાહેરાતોથી પણ સાવધ રહેવાની જરૂર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…