નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

સ્કેમર્સે Sunil Bharti Mittalના અવાજને ક્લોન કરીને કર્યો છેતરપિંડીનો પ્રયાસ, જાણો વિગતો

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નાણાકીય કૌભાંડો વિશે ઘણા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ સેલિબ્રિટી અને મોટા ઉદ્યોગપતિઓને પણ ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલને(Sunil Bharti Mittal)આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ એ જાણીને દંગ રહી ગયા કે તેમના નામે પૈસા પડાવવાનો પ્રયાસ કેટલી ચાલાકીથી કરવામાં આવ્યો અને કેવી રીતે તેમના અવાજની સંપૂર્ણ નકલ કરવામાં આવી.

સુનિલે ભારતી મિત્તલના અવાજનું ક્લોન કરાયું

સુનીલ મિત્તલે એક વર્લ્ડ સમિટમાં આ ઘટના શેર કરી હતી જેમાં તેમનો અવાજ બરાબર કોપી કરવામાં આવ્યો હતો એટલે કે ક્લોન કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં તેમની કંપનીના એક અધિકારીને દુબઈમાં કોલ આવ્યો હતો અને આ કોલમાં તેમના નામના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત હતી. કોલ પર સુનીલ મિત્તલનો અવાજ સાંભળીને અધિકારીને આશ્ચર્ય થયું કારણ કે સુનીલ મિત્તલ  અધિકારીઓને ક્યારેય આવી સૂચના આપી શકે નહીં. તેથી તેણે રકમ ટ્રાન્સફર કરી ન હતી અને આ કૌભાંડમાંથી બચી ગયો હતો.

AIના  દુરુપયોગથી પૈસા પડાવવાનો પ્રયાસ

સુનીલ ભારતી મિત્તલે કહ્યું કે તેમના અવાજને ક્લોન કરવા માટે ખૂબ જ અદ્યતન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સ્કેમરે સુનીલ મિત્તલના અવાજનો ઉપયોગ કરીને મોટી રકમની ઉચાપત કરવાનો પ્રયાસ કર્યો હતો. સારું થયું કે એરટેલના અધિકારીએ ઓળખી લીધું કે કોલ નકલી હતો અને તેણે રકમ ટ્રાન્સફર કરી ન હતી. સુનીલ મિત્તલે એમ પણ કહ્યું કે તે રેકોર્ડિંગ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે AIના આવા દુરુપયોગના અહેવાલો સાંભળ્યા હતા પરંતુ આ વખતે તેને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

AI નો દુરુપયોગ ખતરો બની શકે છે: સુનીલ મિત્તલ

ભારતી એરટેલના ચેરમેનના અવાજનો ઉપયોગ કરીને જે કૌભાંડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેનાથી સુનીલ ભારતી મિત્તલ દંગ રહી ગયા હતા અને તેમનું માનવું હતું કે જો AIનો દુરુપયોગ કરવામાં આવે તો તે ખૂબ જ ખતરનાક બની શકે છે. આમાં જ્યારે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓના માલિકોને શિકાર બનાવવાનો પ્રયાસ થઈ શકે છે, ત્યારે સામાન્ય લોકો પર ખતરો ઘણો વધી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button