ટોપ ન્યૂઝનેશનલ

Delhi Water Crisis: ‘ટેન્કર માફિયાઓ કાબુમાં નહીં લો તો….’, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકારી

દિલ્હી: કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીમાં પાણીની કટોકટી(Delhi Water Crisis) ઉભી થઇ છે. જળ સંકટ કારણે દિલ્હીના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એવામાં પાણીના ટેન્કરના માફિયા (Water tanker mafia) પર દિલ્હી સરકાર કાબુ નથી કરી શકી. જેને ધ્યાનમાં લેતા સુપ્રીમકોર્ટે દિલ્હી સરકારની ઝટકાની કાઢી છે. પાણીની અછતના મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે શહેરમાં ટેન્કર માફિયાઓ સામે લડવા માટે શું પગલાં લીધાં છે.

દિલ્હીમાં પાણીની કટોકટી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આ સુનાવણી દરમિયાન ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેંચે કહ્યું છે કે લોકો ચિંતિત છે. અમે દરેક ચેનલ પર વીડિયો જોઈ રહ્યા છીએ. જો ઉનાળામાં પાણીની અછત વારંવાર થતી હોય છે, તો પાણીના બગાડને નિયંત્રિત કરવા માટે તમે શું પગલાં લીધાં છે?

કોર્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને ટેન્કર માફિયાઓ સામે પગલાં લેવા જણાવ્યું છે. દિલ્હીના વોટર મેનેજમેન્ટ અંગે સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે જ્યારે પાણીની અછતની ખબર હતી તો સરકારે શું આયોજન કર્યું છે? જો તમે ટેન્કર માફિયાઓને કાબુમાં ના રાખી શકો, તો અમે દિલ્હી પોલીસને કાર્યવાહી કરવાનું કહીશું.

સુનાવણી દરમિયાન દિલ્હી સરકારના વકીલે કહ્યું કે દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે પાણીનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે દિલ્હી સરકારના વકીલને કહ્યું કે અમને જણાવો કે તમે પાણીનો બગાડ અને પાણીની ગેરકાયદેસર ખરીદી રોકવા માટે શું કર્યું છે.

ગયા અઠવાડિયે, કોર્ટે હિમાચલ પ્રદેશ સરકારને કટોકટીમાં રાહત માટે દિલ્હીને મદદ કરવા વધારાનું પાણી છોડવા જણાવ્યું હતું.

દિલ્હીની કેજરીવાલ સરકારમાં જળ પ્રધાન આતિશીએ દિલ્હીમાં જળ સંકટ માટે હરિયાણા સરકારને જવાબદાર ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકાર દિલ્હીના ભાગનું પાણી નથી છોડી રહી. આ સંદર્ભમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે હરિયાણાને હિમાચલ પ્રદેશ દ્વારા આપવામાં આવેલ પાણી છોડવા આદેશ આપવામાં આવે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મંગળવારે જણાવ્યું હતું કે હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈનીએ તેમને કહ્યું હતું કે રાજ્ય ફાળવેલ હિસ્સા દીઠ પાણી છોડે છે.

ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને પ્રસન્ના બી વરાલેની બેંચે દિલ્હી સરકારને પૂછ્યું કે શું તમે આ સરકારમાં ખોટા નિવેદનો આપ્યા છે કે કેમ? દિલ્હી સરકારે આ અંગે શું વ્યવસ્થા કરી છે?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button