નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા સત્યેન્દ્ર જૈનને રાહત આપી છે. મની લોન્ડરિંગ કેસમાં વચગાળાના જામીન પર રહેલા દિલ્હી સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનની નિયમિત જામીન અરજી પર સુનાવણી હવે 4 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનને મની લોન્ડરિંગ કેસમાં તબીબી આધાર પર મંજૂર કરેલી વચગાળાના જામીન 4 ડિસેમ્બર સુધી લંબાવ્યા છે.
જસ્ટિસ એએસ બોપન્ના અને બેલા માધુર્ય ત્રિવેદીની બેન્ચે આ મામલાની વધુ સુનાવણી 4 ડિસેમ્બરે રાખી છે. સત્યેન્દ્ર જૈનના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે CBIએ 2017માં જૈન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. બાદમાં તેમને સીબીઆઈ કેસમાં જામીન મળી ગયા, કારણ કે સીબીઆઈએ તે કેસમાં જૈનની ધરપકડ કરી ન હતી.
આ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ 30 ઓગસ્ટ 2017ના રોજ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો પરંતુ પાંચ વર્ષ સુધી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી ન હતી.
જૈનની સર્જરી 21 જુલાઈએ થઈ હતી. તબીબી આધાર પર તેમને આપવામાં આવેલ વચગાળાના જામીન સમય સમય પર લંબાવવામાં આવ્યા છે. 26 મેના રોજ, સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ શરતો લાદી હતી કે તેમણે મીડિયા સાથે વાત કરવી નહીં. તેમજ તેઓ કોર્ટની પરવાનગી વગર દિલ્હીની બહાર નહીં જાય.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...