દિલ્હીવાસીઓની દિવાળી સુધરીઃ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાની છૂટ આપી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હીવાસીઓની દિવાળી સુધરીઃ સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવાની છૂટ આપી

નવી દિલ્હીઃ વર્ષો બાદ દેશની રાજધાનીમાં દિવાળીના તહેવાર સમયે ફટાકડા ફોડવાની પરવાનગી મળી છે. સુપ્રીમ કોર્ટે દિવાળીના પાંચ દિવસ દરમિયાન ફટાકડા વેચવા અને ફોડવાની પરવાનગી આપી છે. આ પરવાનગી બાદ દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં કાયદેસર ફટાકડા વેચી અને ફોડી શકાશે.

The National Environmental Engineering Research Institute (NEERI) દ્વારા માન્ય કરેલા ગ્રીન ક્રેકર્સ ફોડવાની પરવાનગી માગતી અરજી દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી હતી. આ અંગેનો આદેશ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ભુષણ આર. ગવઈ અને ન્યાયાધિશ વિનોદ ચંદ્રને અનામત રાખ્યો છે, પરંતુ તેમણે જણાવ્યું છે કે હાલમાં અમે દિવાળીના પાંચ દિવસ દરમિયાન પ્રાયોગિક ધોરણે ફટાકડા ફોડવાની પરવાનગી આપી શકીએ છીએ. જોકે આ માટે પણ અમુક સમયમર્યાદા લાગુ કરવામાં આવશે, તેમ કોર્ટે જણાવ્યું હતું.

આ સમયે ફોડી શકાશે ફટાકડા

રાજ્ય સરકારે રાત્રે 8થી 10 વાગ્યા સુધી દિવાળીના ખાસ દિવસો માટે, નવા વર્ષ (1લી 31 ડિસેમ્બર રાત્રે) 11.55થી 12.30 સુધી અને ગુરુપરબ સમયે સવારે એક કલાક અને સાંજે એક કલાક ફટાકડા ફોડવાની પરવાનગી માગી હતી. આ અરજીમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે ફટાકડા વેચવાની પરવાનગી માત્ર લાયસન્સ ધરાવતા વિક્રેતાઓને આપી શકાય અને એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેયરને ન આપવામાં આવે.

સરકારે કોર્ટને બાહેંધરી આપી છે કે પરંપરાગત ફટકડા પર પ્રતિબંધ જ રહેશે. જોકે સરકારે તમામ તહેવારો પર ફટકડાની છૂટ આપવામાં આવે, તેવી માગણી અરજીમાં કરી છે.
કોર્ટે એમ પણ કહ્યું કે બાળકોને દિવાળીના સમય દરમિયાન બે કલાકની છૂટ મળવી જોઈએ, જેથી તેઓ આ તહેવાર પૂરા ઉત્સાહથી મવાની શકે. તેમને ફટાકડાની દૂર રાખવા યોગ્ય નથી.

જોકે પર્યાવરણવાદીઓ અને આરોગ્ય નિષ્ણાતોના કહેવા અનુસાર 2018-2020માં ગ્રીન ક્રેકર્સને પરવાનગી આપી હતી, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં રાખી શકાય ન હતી. આ સાથે તેમનું કહેવાનું છે કે ગ્રીન ક્રેકર્સ અને ટ્રેડિશનલ ક્રેકર્સમાં ફરક કરવો મુશ્કેલ છે. બાળકો અને વૃદ્ધો જ પ્રદૂષણનો મોટો શિકાર બને છે.

આ પણ વાંચો…રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના માલિકને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button