Electoral Bond: SBIની મુશ્કેલી વધી, ADRએ સુપ્રીમમાં દાખલ કરી કોર્ટના તિરસ્કારની અરજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નક્કી કરેલી સમયગાળામાં ઈલેક્ટ્રોરલ બોન્ડની જાણકારી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ઉપલબ્ધ કરાવવા અંગે આજે સુપ્રીમ કોર્ટમાં કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે. એડીઆર (એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોમ્સ) દ્વારા આ અરજી કરવામાં આવી છે. આ અરજીમાં SBI પર જાણીજોઈને કોર્ટના હુકમની અવગણના કરી લોકોને ઈલેક્શન ફંડની જાણકારીથી વંચીત રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
15 ફેબ્રુઆરીના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કીમ રદ્દ કરતા SBIને કહ્યું હતું કે તે 12 એપ્રીલ 2019થી લઈને અત્યાર સુધી ઇલેક્ટ્રોરલ બોન્ડ અંગે સંપુર્ણ જાણકારી ચૂંટણી પંચને સોંપે. કોર્ટે ત્યારે તેના માટે 6 માર્ચ સુધીની સમયાવધિ નક્કી કરી હતી.
તાજેતરમાં જ SBIએ સુપ્રીમ કોર્ટ માં એક અરજી દાખલ કરીને 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. એડવોકેટ પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)એ મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ કેસ રજૂ કર્યો હતો. ભૂષણે કહ્યું કે સોમવારે વધુ સમય માંગતી SBIની અરજી પર સુનાવણી થવાની છે. તેની સાથે એડીઆરની અવમાનના અરજીની પણ સુનાવણી થવી જોઈએ. તેના પર ભારતના ચીફ જસ્ટિસે કહ્યું- ‘તમે રજિસ્ટ્રીને ઈમેલ કરો. હું લિસ્ટ કરવાનો ઓર્ડર પાસ કરી દઈશ.