SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: 16 સપ્ટેમ્બરથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર?
Top Newsનેશનલ

SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: 16 સપ્ટેમ્બરથી આ નિયમ બદલાશે, જાણો શું થશે અસર?

જો તમારી પાસે પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું ક્રેડિટ કાર્ડ છે તો આ સમાચાર માટે જ છે. 16મી સપ્ટેમ્બર બાદ એસબીઆઈના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો તમારા માટે થોડું મોંઘુ સાબિત થઈ શકે છે.

ચાલો જોઈએ શું છે આ પરિવર્તન અને તેની તમારા ખિસ્સા પર શું અસર જોવા મળી શકે છે-

ઓટોમેટિક અપગ્રેડ થશે
એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 16મી સપ્ટેમ્બર બાદ તમામ ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન (CPP), પોલિસી રિન્યુઅલ સમયે ઓટોમેટિક અપડેટ કરવામાં આવેલા પ્લાનમાં શિફ્ટ થઈ જશે.

તમામ ક્રેડિટ કાર્ડ પ્રોટેક્શન પ્લાન (CPP)નો આ ફેરફાર તેમની પોલિસી રિન્યુઅલની નિર્ધારિત તારીખથી લાગુ કરવામાં આવશે.

એસબીઆઈ કાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકોને રિન્યુઅલના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં એસએમએસ અને ઈમેલ દ્વારા આ ફેરફારની જાણકારી આપવામાં આવશે.

શું છે આ ફેરફાર?
એસબીઆઈ કાર્ડની વેબસાઈટ પર જોવા મળી રહેલાં મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે 16મી સપ્ટેમ્બરથી તમામ સીપીપી કસ્ટમર પોતાની પોલિસી રિન્યુઅલની તારીખના હિસાબે ઓટોમેટિક અપડે કરેલાં પ્લાનમાં શિફ્ટ થઈ જશે અને અપડેટ કરવામાં આવેલા સીપીપી પ્લાનનો ચાર્જ જૂના પ્લાનથી ઓછો છે.

કેટલો ઘટ્યો જૂનો ચાર્જ?
હાલમાં ક્લાસિક લાઈટ માટે 1199 રૂપિયા અને ક્લાસિક પ્લસ માટે 1899 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ હવે આ બંનેની જગ્યા ક્લાસિકે લઈ લીધી છે. નવા સુધારિત ચાર્જની વાત કરીએ તો હવે ગ્રાહકોએ આના માટે 999 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

આ સિવાય પહેલાં પ્રિમીયમ પ્લસ માટે 2499 રૂપિયાનો ચાર્જ હતો, જે હવે ઘટીને 1499 રૂપિયા થઈ ગયો છે. જ્યારે પ્લેટિનલ પ્લસ માટે ચૂકવવો પડતો 3199 રૂપિયાનો ચાર્જ ઘટીને હવે 1999 રૂપિયા થઈ ગયો છે.

શું છે આ સીપીપી, કેમ છે જરૂરી ?
અત્રે ઉલ્લેખનીય છે કે તે સીપીપી સિક્યોરિટી સર્વિસ આપનારી કંપની છે. એસબીઆઈ કાર્ડની વેબસાઈટ પર જોવા મળનારી માહિતી અનુસાર તે રજિસ્ટર્ડ કસ્ટમરનું કાર્ડ ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે ત્યારે સિક્યોરિટી પૂરી પાડે છે.

સીપીપીની મદદથી એસબીઆઈ કાર્ડ કસ્ટમરને આવી પરિસ્થિતિમાં સેફ્ટી, ઈમર્જન્સીમાં કાર્ડ બ્લોક કરવાની સુવિધા અને ડીએલ તેમ જ પાસપોર્ટ જેવા તમામ જરૂરી ડોક્યુમેન્ટ સંબંધિત મદદ મળી રહે છે.

આ પણ વાંચો…SBI Credit Cardથી લઈને ચાંદી પર હોલમાર્કિંગ સહિત બદલાશે આ નિયમો, અત્યારે જ જાણી લો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button