નેશનલ

SBIમાં છે તમારું બેંક એકાઉન્ટ? પહેલાં સમાચાર વાંચી લો નહીં પસ્તાશો…

મુંબઈ/નવી દિલ્હીઃ જો તમારું બેંક એકાઉન્ટ પણ દેશની સૌથી સુરક્ષિત ગણાતી બેંકોમાંથી એક એવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં છે તો તમારે આ સમાચાર ચોક્કસ વાંચી લેવા જોઈએ. મળતી માહિતી પ્રમાણે એસબીઆઈ બેંક દ્વારા તેના એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જીસમાં મહત્ત્વનો ફેરફાર કર્યો છે અને આ ફેરફારની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. ચાલો જોઈએ શું છે આ ફેકફાર અને તેની તમારા પર કઈ રીતે અસર થશે એની…

એસબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એસબીઆઈના એવા ખાતાધારકો કે જેઓ એટીએમ ટ્રાન્ઝેક્શન માટે એસબીઆઈના એટીએમનો ઉપયોગ કરે છે એમના પર આ નિર્ણયની અસર નહીં જોવા મળે. પરંતુ કેશ ઉપાડવા માટે એસબીઆઈના જે ખાતાધારકો અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરે છે એમના માટે એટીએમનો ઉપયોગ કરવો થોડું મોંઘું સાબિત થઈ શકે છે. આ ફેરફાર પહેલી ડિસેમ્બર, 2025થી અમલી બનાવવામાં આવ્યો છે.

શું છે નવો ફેરફાર?
સેવિંગ એકાઉન્ટ ધરાવતા ખાતાધારકો માટે અન્ય બેંકના એટીએમમાં એસબીઆઈના એટીએમ કાર્ડનો ઉપયોગ કરવાની પાંચ ફ્રી ટ્રાન્ઝેન્ક્શનની લિમીટ તો જેમની તેમ જ રાખવામાં આવી છે. પરંતિ ત્યાર બાદ કરવામાં આવનારા ટ્રાન્ઝેક્શન માટેની ફીમાં એસબીઆઈ દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ શું છે આ નવા ચાર્જીસ-

આવા છે નવા ચાર્જીસ
એસબીઆઈના ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમીટ પૂરી થયા બાદ કેશ ઉપાડવા માટે હવે પર દરેક ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા અને પ્લસ જીએસટી ચાર્જીસ ચૂકવવા પડશે. આ પહેલાં આ ચાર્જીસ 21 રૂપિયા+ જીએસટી હતો. આ સિવાય બેલેન્સ વગેરે ચેક કરવા માટે ખાતાધારકોએ 11 રૂપિયા+ જીએસટી ચૂકવવા પડશે, પહેલાં આ ચાર્જ 10 રૂપિયા+ જીએસટી હતા.

સેલેરી એકાઉન્ટધારકોને મોટો આંચકો
સૌથી મોટો ફેરફાર સેલેરી એકાઉન્ટ હોવા એવા એકાઉન્ટ હોલ્ડર માટે કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અન્ય બેંકના એટીએમ પર અનલિમીટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકાતા હતા, જે હવે લિમીટેડ કરી દેવામાં આવ્યા છે. હવે દર મહિને માત્ર 10 ફ્રી ટ્રાન્ઝેક્શન જ કરી શકાશે ત્યાર બાદ દરેક ટ્રાન્ઝેક્શન 23 રૂપિયા અને પ્લસ જીએસટી ચાર્જીસ ચૂકવવા પડશે. આ સિવાય બેલેન્સ વગેરે ચેક કરવા માટે ખાતાધારકોએ 11 રૂપિયા+ જીએસટી ચૂકવવા પડશે.

ચાર્જથી બચવા શું કરવું?
બેંક દ્વારા વધતા ચાર્જને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં વધુ યુપીઆઈનો ઉપયોગ, બેલેન્સ ચેક કરવા માટે એસબીઆઈ ક્વીક કે પછી યોનો એપનો ઉપયોગ કરવાની ભલામણ પણ બેંક દ્વારા કરવામાં આવી છે. એસબીઆઈ દ્વારા ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન માટે એસબીઆઈના એટીએમનો જ ઉપયોગ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.

છે ને એકદમ કામના સમાચાર? આ સમાચાર તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો, જેથી તેઓ ઓવરચાર્જિંગમાંથી બચી જાય. આવા જ બીજા કામના અને મહત્ત્વના સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…SBI બંધ કરી રહી છે આ મહત્વની સુવિધા, જાણો અંતિમ તારીખ અને વિકલ્પો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button