ખાબોચિયામાં પડેલાં બચ્ચાને બચાવવા માટે સિંહણે કર્યું કંઈક એવું કે… જોઈ લો આ વીડિયો…
મા તો મા હોય છે પછી એ મનુષ્ય હોય કે જાનવર… પોતાના બચ્ચા પર આવેલી વિપદાઓને દૂર કરવા માટે એક મા કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જો આ વાત પર વિશ્વાસ ના આવતો હોય તો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો સિંહણનો આ વીડિયો જ જોઈ લો…
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક સિંહણ પોતાના બચ્ચાને પાણીમાંથી બહાર કાઢી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે પોતાના બચ્ચાને ઉપાડવા જતાં અકસ્માતે બચ્ચું નજીકમાં જ આવેલા તળાવમાં પડી જાય છે. બચ્ચું ગભરાઈ જાય છે અને બહાર આવવા માટે પ્રયાસ કરે છે. બચ્ચુ તરી શકતું નથી અને બહાર આવવામાં પણ અસમર્થ રહે છે. બચ્ચાની આ હાલત જોઈને સિંહણ પણ હેરાન-પરેશાન થઈ જાય છે. સિંહણ બચ્ચાને બચાવવા માટે બે-ત્રણ વખત પ્રયાસ કરે છે, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળે છે, પરંતુ તેમ છતાં સિંહણ હાર નથી માનતી અને બચ્ચાને બચાવવાના પ્રયાસો જારી રાખે છે.
સિંહણ આખરે તળાવની એકદમ નજીકમાં જઈને પોતાના બચ્ચાને બચાવવા માટે મરણિયા પ્રયાસો કરે છે અને આખરે સિંહણને બચ્ચાને બચાવવામાં સફળતા મળે છે. સિંહણ મોઢામાં પકડીને બચ્ચાને તળાવમાંથી બહાર કાઢે છે અને બચ્ચુ બહાર આવતા જ દોટ મૂકીને ભાગવા લાગે છે.
સોશિયલ મીડિયા પર પ્રાણીપ્રેમીઓમાં આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ પણ આવી રહ્યો છે. તમે પણ જો હજી સુધી આ વીડિયો ના જોયો હોય તો અત્યાર જ જોઈ લો, તમારું દિલ પણ ગાર્ડન ગાર્ડન થઈ જશે…