સાઉદીએ વિદેશી ઘરેલુ કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા
સાઉદી: સાઉદી અરબે પોતાના અવિવાહિત નાગરિકો માટે વિદેશી ઘરેલું કામદારો માટેના વિઝાના નિયમો કડક બનાવ્યા છે અને નવા નિયમો હેઠળ ૨૪ વર્ષથી ઓછી ઉંમરના અવિવાહિત નાગરિકો પોતાના કામકાજ માટે વિદેશી નાગરિકોને રાખી શકશે નહીં.
સાઉદી સરકારની અધિકૃત વેબસાઇટ ‘ઉદી ગેજેટ’ અનુસાર, સરકાર દ્વારા વિદેશી લોકોની ભરતી માટેનાં નિયમોને સખત બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
સાઉદી માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલય અનુસાર, નવા નિયમો હેઠળ હવે કોઈ પણ અવિવાહિત સાઉદી નાગરિક ૨૪ વર્ષ પછી જ સ્થાનિક કામકાજ માટે કોઈ વિદેશી નાગરિકને કામ પર રાખી શકે છે. આ શરતો પૂર્ણ થયા બાદ જ આ વિદેશી કામદાર માટે વિઝા આપવામાં આવશે.
સાઉદી અરબનો આ નિર્ણય ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સાઉદી અરબમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરવા માટે જાય છે.
ભારતીય વિદેશમાં લગભગ ૨૬ લાખ ભારતીય સાઉદી અરબમાં કામ કરે છે. હવે ભારતીય કામદાર સાઉદી અરબમાં ૨૪ વર્ષથી ઓછી ઉંમરવાળા અવિવાહિત નાગરિકોના ઘરના હેલ્પરનું કામ કરી શકશે નહીં.