સાઉદી અરબને યુદ્ધ વચ્ચે ઇઝરાયલ પર લગાવ્યા ગંભીર આરોપ…
ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સાઉદી અરેબિયાના ઈન્ટેલિજન્સ ચીફ પ્રિન્સ તુર્કી અલ-ફૈસલે ઈઝરાયલ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને તેમના આરોપોમાં રહ્યું છે કે ઇઝરાયલે કતાર દ્વારા ગાઝા પટ્ટી પર નિયંત્રણ રાખતા પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસને ભંડોળ મોકલ્યું હતું.
તુર્કીના રાજકુમારના આરોપ પહેલાં જ રોયટર્સે તેના એક અહેવાલમાં કહ્યું હતું કે ઈઝરાયલ દ્વારા કતાર ગાઝામાં પેલેસ્ટિનિયન પરિવારોને આર્થિક સહાય કરે છે. કતારથી ઇઝરાયેલમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાંથી તે પૈસા ઇઝરાયલ અને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના અધિકારીઓ તેને સરહદ પાર ગાઝા પટ્ટીમાં લઈ જાય છે.
સાઉદી ઈન્ટેલિજન્સ ચીફે આ યુદ્ધ માટે ઈઝરાયલ અને હમાસ બંનેની નિંદા કરી હતી. તેણે હમાસ દ્વારા માર્યા ગયેલા ઈઝરાયલીઓ માટે શોક વ્યક્ત કર્યો અને પશ્ચિમી દેશોની પણ નિંદા કરી હતી. અને તેમણે ઈઝરાયલ દ્વારા માર્યા ગયેલા પેલેસ્ટાઈનીઓ પર શોક વ્યક્ત કરવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે દરેકને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે. જોકે તેમણે પોતાના નિવેદનમાં ગાઝામાં ઈઝરાયલની સૈન્યની કાર્યવાહીની નિંદા કરી હતી.
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ઇઝરાયલની સૈન્યની તાકાત ઘણી વધારે છે અને તેનાથી આપણે સહુ વાકેફ છીએ અને આ તાકાત જ ગાઝાના લોકો માટે કેટલું વિનાશનું કારણ બની શકે છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે હું હમાસની નિંદા કરું છું જે કોઈપણ વયના નાગરિકોને નિશાન બનાવે છે.