
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સરહદ પર સતત તણાવ વધી રહ્યો છે. આ હુમલા બાદ વિશ્વના અનેક દેશોએ આકરી પ્રતિક્રિયા આપી છે. જ્યારે સાઉદી અરેબિયાએ પણ આ હુમલા બાદ બંને દેશો વચ્ચે વધતાં તણાવ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે બંને દેશોને તણાવ ઓછો કરવા અને વાતચીતથી વિવાદનો અંત લાવવા માટે અપીલ કરી છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે એક ટ્વિટમાં ભારત-પાકિસ્તાનને સારા પડોશીના સિદ્ધાંતોને જાળવી રાખીને સ્થિરતા અને શાંતિ જાળવવા વિનંતી કરી છે. જેથી બંને દેશો અને પ્રદેશના લોકોના હિતોને સાચવી શકાય.
સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ
સાઉદી અરેબિયા એક ઇસ્લામિક દેશ છે, પરંતુ ભારત સાથે તેના સંબંધો પાકિસ્તાન કરતા અનેક ગણા મજબૂત છે. પીએમ મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે ખૂબ જ સૌહાર્દપૂર્ણ મૈત્રીપૂર્ણ સંબંધો છે. પીએમ મોદીની વિનંતી પર સાઉદી અરેબિયામાં સૌથી મોટું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.