48 કલાક બાદ શનિ બદલશે ચાલ, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં તમામ 9-9 ગ્રહોમાં શનિને સૌથી ક્રુર અને મહત્ત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ દરેક વ્યક્તિને તેમના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિની વક્ર દ્રષ્ટિ જો જાતક પર પડે તો તેની જિંદગીમાં મુસીબતોના પહાડ તૂટી પડે છે તો બીજી બાજું જો કોઈ પર શનિની કૃપા દ્રષ્ટિ પડે છે તો તેમના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ જોવા મળે છે. આવો આ શનિ 48 કલાક બાદ એટલે કે 3જી ઓક્ટોબરના બપોરે 12.10 કલાકે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે અને 27મી ડિસેમ્બરન સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થવા જઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને ડિસેમ્બર મહિના સુધી જલસા જ જલસા રહેશે…
આ પણ વાંચો :એક સાથે બનશે ચાર રાજયોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
શનિના આ નક્ષત્ર પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યા હશે તો તે પૂરા થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. વેપારમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થશે, પૈસા બચાવશો. નવી ડીલ ફાઈનલ થશે.
સિંહ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી રહેશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધ થશે. શિક્ષણમાં પણ સફળતા મળશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. કામના સ્થળે તમારા ઉપરી તમારા કામથી ખુશ થઈને તમારી પ્રશંસા કરશે.
નોકરી કરી રહેલાં ધન રાશિના જાતકોને ધનલાભ થશે. કોઈ સારી નોકરી મળી શકે છે. કરિયરની દ્રષ્ટિએ સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મક પરિણામ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકૂળ રહેશે. કરિયરમાં લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે.