
જ્યોતિષશાસ્ત્રમાં તમામ નવ ગ્રહોમાં શનિદેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને શનિ ગ્રહ સૌથી પ્રભાવશાળી અને સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ ગણાવવામાં આવ્યો છે. આ જ કારણે શનિની સારી કે માઠી અસર વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી જોવા મળે છે. શનિ દેવને ન્યાયના દેવતા કહેવાયા છે કારણ કે તેઓ વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિને એક રાશિચક્ર પુરું કરતા 30 વર્ષનો સમય લાગે છે. જેમ શનિ સૌથી ધીમી ગતિએ આગળ વધે છે એમ નવગ્રહમાં ચંદ્રમા બાદ સૌથી ઝડપથી ચાલ બદલતા ગ્રહ એટલે ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ.
બુધનો સંબંધ બુદ્ધિ, તર્ક, વિચાર શક્તિ, વેપાર, ધન વગેરે સાથે છે અને વર્ષો બાદ 18મી સપ્ટેમ્બર અને બુધવારે બુધ અને શનિ એકબીજા સાથે યુતિ કરીને સમસપ્તક યોગ બનાવી રહ્યા છે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ બુધ અને શનિની આ યુતિ ત્રણ રાશિ માટે વરદાન સમાન સાબિત થઈ રહી છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

શનિ અને બુધની યુતિથી બની રહેલા આ સમપ્તક યોગ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ રાશિના લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરશે. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની છે. બિઝનેસનું એકસપાન્શન થતાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નવા નવા વ્યાપારિક સંબંધ બનશે. નોકરીમાં સ્થિરતા આવશે. વિદ્યાર્થીઓ કરિયરને લઈને ગંભીર થશે. પારિવારિક જીવનમાં ખુશહાલીનો માહોલ રહેશે.

આ રાશિના લોકો માટે પણ બુધ અને શનિનો સમસપ્તક યોગ એકદમ અનુકૂળ સાબિત થશે. ધર્મમાં રુચિ વધશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વેપારમાં સંબંધો વધુ મજબૂત બનશે. નોકરી કરી રહેલા લોકોને પ્રમોશન મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે. અપરણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે પણ બુધ અને શનિની યુતિથી બની રહેલો આ સમસપ્તક યોગ આર્થિક સ્થિરતા લઈ આવશે. ધન લાભના યોગ બનશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપારમાં નફો વધત ખુશીનો પાર નહીં રહે. વિદેશ જવાનો ઈચ્છતા લોકોને સફળતા મળશે. પરિવાર સાથે સમય પસાર કરશો. પારિવારિક સંબંધ સુધરશે.