
સનોફી ફ્રેન્ચ ફાર્માસ્યુટિકલ જાયન્ટ કંપની છે. આ કંપનીએ તેની લોકપ્રિય એન્ટિ-એલર્જિક બ્રાન્ડ એલેગ્રા સસ્પેન્શન સિરપ અને પેઇનકિલર દવા કોમ્બીફ્લેમ સસ્પેન્શનને ભારતીય બજારમાંથી પાછા ખે્ચાય છે. જોકે, આ રિકોલ ઉલ્લેખિત બેચ નંબરો માટે જ લાગુ કરવામાં આવ્યો છે.
એન્ટિ-એલર્જિક એલેગ્રા અને પેઇનકિલર કોમ્બીફ્લેમ સીરપ નાના બાળકોને આપવામાં આવે છે. કંપનીએ “microbiological contamination”ને ટાળવા માટે સાવચેતીના પગલા તરીકે હોસ્પિટલો, વિતરકો અને છૂટક વિક્રેતાઓ પાસેથી આ દવાઓ પાછી મગાવી લીધી છે.
એલેગ્રા સસ્પેન્શન સામાન્ય રીતે આંખમાંથી પાણી આવવું, વહેતું નાક, છીંક આવવી, ખંજવાળ અને સામાન્ય શરદી જેવી એલર્જિક કંડિશન માટે બાળકોને આપવામાં આવે છે, જ્યારે કોમ્બીફ્લેમ સસ્પેન્શન (સીરપ) શિશુઓ અને બાળકો બંનેમાં તાવ ઘટાડવા અને દુખાવો અને સોજો દૂર કરવા માટે આપવામાં આવે છે.
કંપનીએ તમામ સ્તરે રિટેલર્સ, હોસ્પિટલો અને વિતરકોને સલાહ આપી છે કે, જો જણાવેલા બેચ નંબર ધરાવતી આ દવા તેમની પાસે સ્ટોકમાં હોય તો એ સ્ટોકનું વધુ વેચાણ બંધ કરે.