ભારતના અમેરિકા ખાતેના રાજદૂત સંધૂનું ન્યૂ યોર્કના ગુરુદ્વારામાં ખાલિસ્તાની ટેકેદારો દ્વારા અપમાન
ન્યૂ યોર્ક: ગુરુપરબ નિમિત્તે અહીંના ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા ગયેલા અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધૂ સાથે રવિવારે દુર્વ્યવહાર થયો હતો. ખાલિસ્તાની સમર્થકોએ સંધૂ સામે બૂમાબૂમ કરી હતી અને અપમાન કર્યું હતું.
શીખ સમાજના સભ્યો સંધૂને સુરક્ષાપૂર્વક બહાર લઈ ગયા હતા. આ અગાઉ ન્યૂ યોર્કના લોન્ગ આઈલૅન્ડ વિસ્તારના હિકસવિલે ગુરુદ્વારામાં સંધૂનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંધૂ સાથે ન્યૂ યોર્ક ખાતેના રાજદૂત રણધીર જયસ્વાલ, વરુણ જેફ પણ આવ્યા હતા. શિક્ષણ, સેમીક્ધડકટર, આઈટી, ઊર્જા, હેલ્થકેર વિગેરે ક્ષેત્રમાં અમેરિકા – ભારત એકમેકને સહકાર આપી રહ્યા છે.
ગુરુદ્વારાના સભ્યો અને અધિકારીઓએ સંધૂનું સન્માન કર્યું હતું. કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ સંધૂને ખાલિસ્તાની હરદીપસિંહ નિજજરના મૃત્યુ અંગે સવાલો પૂછયા હતા. શીખ સમાજના સભ્યો સંધૂને સુરક્ષિત ગુરુદ્વારાની બહાર લઈ ગયા હતા. ઉ