નેશનલ

Sandeshkhali Case:TMC નેતા શાહજહાં શેખની ધરપકડ, સ્થાનિક મહિલાઓએ કરી ઉજવણી

કોલકાતા: Sandeshkhali Case પશ્ચિમ બંગાળ પોલીસે તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખની ધરપકડ (Shah jahan Sheikh Arrested) કરી છે, જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમ પર હુમલો કરવાના આરોપમાં છે. 55 દિવસ ફરાર રહ્યા બાદ ગુરુવારે સવારે શાહજહાંની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે તે તેના કેટલાક મિત્રો સાથે ઘરમાં છુપાયો હતો. સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં પર જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. હવે શાહજહાંની ધરપકડ બાદ સ્થાનિક મહિલાઓ ઉજવણી કરતી જોવા મળી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ કેસમાં બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં TMC નેતા શાહજહાં શેખ અને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાની સંડોવણી પણ સામે આવી હતી. શાહજહાં શેખને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે મોડી રાત્રે શાહજહાં શેખની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેને આજે સવારે 10.30 વાગ્યે બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

શાહજહાં શેખની હાજરી પહેલા કોર્ટની બહાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હતી. આ સિવાય સંદેશખાલી અને શાહજહાં શેખના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. શાહજહાં 55 દિવસથી ફરાર હતો. ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીની મહિલાઓએ પણ તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. શાહજહાં વિસ્તારમાં ભયની ફરિયાદો ઉઠી હતી. આપને જણાવી દઈએ કે શાહજહાં શેખની કલમ 147, 148, 149, 353, 427, 323, 506, 34 અને PDP એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button