“કોંગ્રેસના નિવેદન પાકિસ્તાની અખબારની હેડલાઈન” વિપક્ષના આરોપો પર સંબિત પાત્રાનો પલટવાર

નવી દિલ્હી: લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચા દરમિયાન, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરને લઈને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ વિરામના દાવાને લઈને વડા પ્રધાન મોદીને ઘેર્યા હતા અને કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો આજે અહીં કહી દે કે ટ્રમ્પે જુઠ્ઠું બોલ્યા હતા. રાહુલના આ આક્ષેપો પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પલટવાર કર્યો હતો.
પાકિસ્તાનની ટીવીમાં રાહુલ ગાંધી હીરો હોય છે
સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તેમણે હમણાં જ કહ્યું કે આપણે બધા તમારી સાથે ઉભા હતા. આપણે બધા પાકિસ્તાન વિરુદ્ધ હતા. બધાએ પાકિસ્તાન તરફ આંગળી ચીંધી? કોણે ચીંધી. આ દરમિયાન પાકિસ્તાનના એક અખબારમાં છપાયેલી એક હેડલાઇનનો ઉલ્લેખ કર્યો હતો. સંબિત પાત્રાએ કહ્યું કે અખબારમાં છપાયું કે કોંગ્રેસ પાર્ટી સાચું કહી રહી છે. પાકિસ્તાનનો આતંકી હુમલામાં કોઈ હાથ નથી. ભારત સરકાર જુઠ્ઠું બોલી રહી છે. આવું હંમેશા કેમ થાય છે કે જ્યારે બંને ટીવી ચાલે છે, ત્યારે ભારતના ટીવીમાં નરેન્દ્ર મોદી હીરો હોય છે અને પાકિસ્તાનના ટીવીમાં રાહુલ ગાંધી હીરો હોય છે?”
આપણ વાંચો: ડિજિટલ દુનિયામાં બાળકો ‘અસુરક્ષિત’: NCRB રિપોર્ટના ચોંકાવનારા આંકડા અને વધતી ચિંતા!
બે દિવસથી ચર્ચા થઈ રહી છે કે ઓપરેશન સફળ રહ્યું કે નહીં
સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના નિવેદન કે ‘દેશ હવે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ પરવડશે નહીં’ નો જવાબ આપતા કહ્યું, “હું કહેવા માંગીશ કે 26/11 પછી જેણે પાર્ટી કરી હતી, જે અખબારોમાં છપાયું હતું, તેને દેશ ક્યારેય નેતા તરીકે સ્વીકારી શકે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “આજે મને તકલીફ થાય છે કે 2 દિવસથી ગૃહમાં ચર્ચા થઈ રહી છે કે ઓપરેશન સિંદૂર સફળ રહ્યું કે નિષ્ફળ? આ કયા દેશની સંસદમાં થાય છે કે બધા સભ્યો ચર્ચા કરે કે દેશ જીત્યો કે હાર્યો… દેશે આત્મસમર્પણ કર્યું કે દેશ સફળ રહ્યો?”