Sambhal Violence: પોલીસની ભૂલને કારણે નિર્દોષ મહિલાએ 87 દિવસ જેલમાં વિતાવ્યા; જાણો શું છે મામલો

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં 24 નવેમ્બર 2024ના રોજ હિસા ફાટી નીકળી (Sambhal Violence) હતી. શહેરની 500 વર્ષ જૂની શાહી જામા મસ્જિદની જગ્યાએ અગાઉ હિંદુ મંદિર હોવા દાવા થયા બાદ કોર્ટના આદેશ અનુસાર ASIની ટીમ દ્વારા કર્વે કરવામાં આવી રહ્યો હતો, ત્યારે મસ્જીદની બહાર એકઠી થયેલી ભીડે પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં પાંચ લોકોના મોત થયા હતાં. કેસ નોંધી પોલીસે ધરપકડો શરુ કરી હતી, જેમાં 48વર્ષની ફરહાનાની 26 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે 87 દિવસ પછી તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. પોલીસની ભૂલને કારણે એક નિર્દોષને જેલની યાતના સહન કરવી પડી હતી.
પોલીસે લગાવ્યા ગંભીર આરોપ:
અહેવાલ મુજબ, તપાસમાં જાણવા મળ્યું કે ફરહાનાનું વજન લગભગ 120 કિલો છે અને તે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા, તે છત પર ચઢવામાં સક્ષમ નથી. હિંસા બાદ પોલીસે ફરહાના પર ગંભીર આરોપોસર કલમો લગાવી હતી. તેના પર હુલ્લડો ફેલાવવા, ઘાતક હથિયારો સાથે રમખાણો કરવા, હત્યાનો પ્રયાસ, ફરજ દરમિયાન કોઈપણ અધિકારીને ગંભીર ઈજા પહોંચાડવી, જાહેર સેવક પર હુમલો, જાહેર સેવકના આદેશોનું ઉલ્લંઘન જેવા આરોપો મુકવામાં આવ્યા હતાં.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સ્પષ્ટ થયું કે જે મહિલાના ફૂટેજ સોશિયલ મીડિયા પર છે તે પાતળી દેખાય છે. જ્યારે, ફરહાનાનું વજન ઘણું વધારે છે. તેની તેના પાડોશી ઝીકરા સાથે જૂની દુશ્મની હતી, તેમણે જ તેને આ કેસમાં ખોટી ફસાવી હોઈ શકે છે.
અધિકારીઓએ શું કહ્યું?
ફરહાનાની 26 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે ગત ગુરુવાર સુધી જેલમાં રહી. SIT એ સંભલના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો. SIT ઓફિસરે જણાવ્યું, “ફરહાનાની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેની ઓળખાણ પથ્થરમારો કરતી મહિલાઓમાં થઇ હતી. બાદમાં, કેટલાક સ્થાનિક લોકોએ સોગંદનું આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે પથ્થરમારો કરી રેહેલી મહિલાઓમાં સામેલ નહોતી.”
Also read: સંભલ હિંસા બાદ ૧૪૦૦ થી વધુ વીજ ચોરીના કેસ નોંધાયા, ૧૬ મસ્જિદ સામેલ…
પોલીસ અધિકારીએ જણાવ્યું કે “બીજી આરોપી મહિલા, ઝિકરાએ અધિકારીને જણાવ્યું હતું કે ફરહાના પણ તેમની સાથે પોલીસ પર પથ્થરમારો કરવા આવી હતી. અમને પાછળથી જાણવા મળ્યું કે ફરહાના તેની બહેન મરિયમને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.” અધિકારીએ એમ પણ કહ્યું, “અમને એ પણ જાણવા મળ્યું કે ઝિકરાને ફરહાના સાથે જૂની દુશ્મની હતી, જેને કારણે તેને આ કેસમાં ફસાવવામાં આવી હોઈ શકે છે.” SITના એક અધિકારીએ જણાવ્યું કે સંભલ હિંસા કેસમાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 25 સામે ચાર્જીસ ફ્રેમ કરવામાં આવ્યા છે. ફરહાના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. અધિકારીએ કોર્ટને ફરહાનાની ન્યાયિક કસ્ટડી ન વધારવાની વિનંતી કરી હતી. ફરહાનાની અરજી સ્વીકારીને કોર્ટે તેને 1 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો.