મારા વકીલની ફી ચૂકવવા બદલ આભાર…. સ્ટેજ પર ભાવુક થયો સમય રૈના

કેનેડાના એક શોમાં સ્ટેજ પર આવેલા સમય રૈનાએ તેના શોની ટિકિટ ખરીદીને કાનૂની ફી ભરવામાં મદદ કરવા બદલ દર્શકોનો આભાર માન્યો હતો અને મજાક મજાકમાં તેના શોમાં થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો’માં જજ તરીકે આવેલા રણવીર અલાહાબાદિયાની અશ્લીલ કમેન્ટને કારણે ચર્ચામાં આવી ગયેલા આ શોના માલિક સમય રૈના હાલમાં તેમના ‘સમય રૈના અનફિલ્ટર્ડ’ શોના ભાગરૂપે કેનેડાની ટૂર પર છે અને અહીં લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં એડમોન્ટનમાં 700 દર્શકોથી ભરેલા ઑડિટોરિયમમાં પરફોર્મ કર્યું હતું. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં થયેલા વિવાદ બાદ આ તેમનું પહેલું પર્ફોર્મન્સ હતું.
શોમાં હાજર શુભમ દત્તા નામના તેમના એક ચાહકે ફેસબુક પોસ્ટમાં સમય રૈનાએ કરેલા કેટલાક જોક્સ અને પોતાનો અનુભવ શેર કર્યો હતો અને સમય રૈનાની પ્રશંસા પણ કરી હતી. જોકે, તેમની પોસ્ટ ડિલીટ થઇ ગઇ હતી, પણ સોશિયલ મીડિયાના અન્ય પેજે તેને ફરીથી શેર કરી હતી.
Also read: રૈના પરિવારની વહુ બનશે કપૂર ખાનદાનની લાડકવાયી? હાથ પર કર્યું બોયફ્રેન્ડનું નામ ફ્લોન્ટ…
શુભમ દત્તાએ વિવાદ છતાં બહાર આવીને લોકોનું મનોરંજન કરવા બદલ સમય રૈનાની પ્રશંસા કરી હતી. શુભમે એમ પણ જણાવ્યું હતું કે સમય રૈના જ્યારે સ્ટેજ પર આવ્યો ત્યારે તેની આંખમાં આંસું હતા. જોકે, જેમ જેમ શો આગળ વધ્યો તેમ તેમ સમય નોર્મલ થયો હતો. તેણે તેના સેટ પર થયેલા વિવાદ અંગે પણ કેટલીક મજાક કરી હતી. તેણે હળવી શૈલીમાં કહ્યું હતું કે, ‘ઇસ શો પે બહુત મૌકા આયેગા, જહાં આપકો લગ સકતા હૈ કી મૈં બહુત ફની બોલ સકતા હૂં, પર તબ બીયરબાઇસેપ્સ કો યાદ કર લેના ભાઇ, ‘ એવી મજાક સમયે કરી હતી.
શુભમ દત્તાએ લખ્યું છે કે પોતાના જીવનના ખતરનાક અને અશાંત તબક્કામાં હોવા છતા સમય બે કલાક સુધી બધાને હસાવવામાં સફળ રહ્યો હતો. તેણે શોનો અંત એવા શબ્દોથી કર્યો હતો કે, ‘ શાયદ સમય ખરાબ ચલ રહા હૈ મેરા, પર યાદ રખના દોસ્તો મૈં સમય હું.’
નોંધનીય છે કે સમય રૈનાએ ઇન્ડિયા ગોટ લેટેન્ટ નામનો વેબશો બનાવ્યો છે તાજેતરના એક એપિસોડમાં શોના જજ અને જાણીતા youtuber રણવીર અલાહબાદિયાએ અશ્લીલ કમેન્ટ કરતા તેના શોની ઘણી ટીકા થઈ હતી અને પેનલિસ્ટ તેમજ શો બંને સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે શો સામે અશ્લીલતાના આરોપો અંગે ચાલી રહેલી સુનાવણીમાં શોની અને રણવીર અલાહબાદિયાની ઝાટકણી કાઢી છે