Salman Khan સાથે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું કનેક્શન, શું તમે જાણો છો? | મુંબઈ સમાચાર

Salman Khan સાથે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું કનેક્શન, શું તમે જાણો છો?

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયું છે. સોમવારે હેલ્થનું કારણ આપતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ શું તમને ખબર છે જગદીપ ધનખડ અને બોલીવૂડ અભિનેતા સલમાન ખાન વચ્ચે ખાસ કનેક્શન છે? જી હા, ચોંકી ગયા ને? ચાલો આજે તમને આ બંનેનું ખાસ કનેક્શન જણાવીએ-

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજકારણ જોઈન્ટ કર્યું એની પહેલાં તેઓ રાજસ્થાન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત પણ કરી ચૂક્યા છે અને તેમણે જ એક સમયે બોલીવૂડના ભાઈજાન સલામન ખાનને બ્લેક બક કેસમાં જામન અપાવવવામાં મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો. એક અનુભવી વકીલના રૂપમાં કાયદાકીય આંટીઘૂંટીમાંથી તેમણે સલમાન ખાનને જોધપુર જેલમાંથી બહાર કાઢ્યો હતો.

આપણ વાંચો: જગદીપ ધનખડનું રાજીનામું પદડા પાછળની રાજરમતઃ સંજય રાઉત અને જયરામ રમેશે આપી પ્રતિક્રિયા

મળતી માહિતી મુજબ 1998માં જ્યારે સલમાન ખાન પોતાની ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે જોધપૂરમાં તેની પર કાંકાણી ગામ પાસે બે કાળિયારનો શિકાર કરવાનો આક્ષેપ તેની પર લગાવવામાં આવ્યો હતો. સલમાન ખાન સાથે આ કેસમાં સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેનું નામ પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

આખરે 5મી એપ્રિલ, 2018ના રોજ જોધપુરની નીચલી અદાલતે સલમાનને દોષી ઠેરવતા પાંચ વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાવ્યો હતો. સલમાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદી નંબર 106ના રૂપમાં બે રાતો વિતાવવી પડી હતી અને અહીંથી જગદીપ ધનખડની આ હાઈ પ્રોફાઈલ કેસમાં એન્ટ્રી થઈ.

આપણ વાંચો: એક જાટ નેતા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે બન્યા, જગદીપ ધનખડ અંગે જાણો 10 અજાણી વાતો?

સાતમી એપ્રિલના સલમાનની જામીનની અરજી પર જોધપુર સેશન કોર્ટમાં સુનાવણી થઈ. જગદીપ ધનખડે અને સલમાન તરફથી દલીલો રજૂ કરી હતી, જેને કારણે સલમાનને જામીન મળ્યા હતા.

ધનખડે કોર્ટ સામે દલીલ રજૂ કરી હતી કે સલમાન ખાન એક લોકપ્રિય હસતી છે અને તેમના જેલમાં રહેવાથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સેંકડો લોકોની રોજીરોટી પર અસર થઈ શકે છે. આ સિવાય તેમણે પુરાવાઓની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉપસ્થિત કર્યા હતા.

જેને પગલે સલમાન ખાનને 50,000 બોન્ડ અને બે 25,000ના પર્સનલ બોન્ડ પર જામીન મળ્યા હતા. આ સાથે જ શરત મૂકવામાં આવી કે તેઓ વિના પરવાનગી દેશ છોડીને નહીં જઈ શકે. આ સફળતા માટે ધનખડની વકીલાતના વખાણ થયા હતા અને સલમાનને જામીન પણ મળી ગયા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button