સાક્ષી મહારાજે કહ્યું કે જો રાહુલ કે પ્રિયંકામાં હિંમત હોય તો….
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં અંદાજે રૂ. 62.49 લાખના ખર્ચે સરૈયા વાટિકાનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ ગાર્ડનના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ સાક્ષી મહારાજની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અપૂર્વ દુબે, એસપી સિદ્ધાર્થ શંકર મીણા, સીડીઓ ઋષિરાજ અને એડીએમ વિકાસ કુમાર હાજર હતા. ઉદ્ઘાટન પ્રસંગે ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે જો પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધીમાં હિંમત હોય તો તેઓ ઉન્નાવમાં આવીને મારી સાથે ચૂંટણી લડે.
રામ મંદિરનો આદેશ સુપ્રીમ કોર્ટનો હોવા છતાં વિપક્ષ એવો ટોણો મારે છે કે ભાજપ રામ મંદિરની શાખ લૂંટી રહી છે, ખાસ તો રામ મંદિર બનાવવું એ 500 વર્ષ જૂની લડાઈ હતી. અમે આંદોલનો કર્યા છે અને સામી છાતીએ ગોળીઓ ખાધી છે. જનતા જાણે છે કે રામ મંદિર માટે કોણે શું કર્યું છે. જો જનતા અમને આનો શ્રેય આપી રહી છે, તો તેઓ ખુશીથી અમને આ શ્રેય આપે છે. અમે આનો શ્રેય લેવા જનતા પાસે સામેથી નથી ગયા.
સાક્ષી મહારાજે એમ પણ કહ્યું કે વિપક્ષનું સૂત્ર છે મોદી હટાવો. પરંતુ તેઓ કોને લાવશે તેનું નામ આજદિન સુધી કોઇ જાણી શક્યું નથી. ભારતીય જનતા પાર્ટી સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસમાં માને છે. આગામી 2024ની ચૂંટણીમાં દેશની જનતા મોદીની સાથે જ હશે. અમે શક્ય તેટલા સારા કામો કર્યા છે ઉન્નાવની જનતા જો અમારા રોમ જોશે તો ચોક્કસ તે ફરી અમને સત્તામાં લાવશે.