નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા સંગ્રામ 2024: દિવ્યાંગ મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે બનાવી આ એપ

અમદાવાદઃ એવરી વોટ કાઉન્ટ્સના ધ્યેય સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે ત્યારે દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા અંગે સતત પ્રયાસ કરવામાં આવે છે. વોટર હેલ્પલાઇન એપ, CVigil એપ જેવી ઘણી મોબાઈલ એપ્લિકેશનથી મતદારો સુપેરે પરિચિત છે. આવી જ એક અન્ય એપ છે Saksham એપ, જેને દિવ્યાંગજનો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.

Saksham એપથી દિવ્યાંગજનો(PwD)ને મતદાર ઓળખ અને નોંધણી પ્રક્રિયાને સરળતાથી પૂર્ણ કરી શકે છે, મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરી શકાય છે. મતદાન મથકો અંગેની માહિતી Saksham એપ્લિકેશન મતદાન મથકોની માહિતી પૂરી પાડે છે, જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુલભતા સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતો સામેલ હોય છે. આ સાથે આ એપ દિવ્યાંગજનોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતી વખતે તેમને પડતી કોઈપણ સમસ્યાઓ વિશે ફરિયાદ દાખલ પણ કરી શકે છે.

આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ(ios) એમ બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Saksham એપનો ઉપયોગ કોઈ પણ ચૂંટણી સેવાઓ માટે થઈ શકી છે. પ્રથમ વખત ભાગ લઈ રહેલા દિવ્યાંગ મતદારોએ રજિસ્ટ્રેશન કરવા માટે તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઇલ નંબરની વિગતો આપવાની રહેશે. જ્યારે નોંધાયેલા મતદારોએ રજિસ્ટ્રેશન માટે તેમના મતદાર ઓળખપત્રમાં ઉપરની બાજુ દર્શાવેલો તેમનો EPIC નંબર આપવો પડશે.

એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ બૂથ-લેવલના અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેમના ઘરે જશે. તે પછી, મતદાર ઓળખપત્રો તેમના સરનામાં પર મોકલવામાં આવશે. આ એપ દ્વારા માત્ર પીડબ્લ્યુડીને મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ એપમાં વિવિધ ફિચર્સ પણ એડ કરવામાં આવ્યા છે

  1. વોઈસ આસિસ્ટન્સ(અવાજ સહાય): આ એપ પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગજનો માટે અવાજ સહાય પૂરી પાડે છે.
  2. ટેક્સ્ટ-ટુ-સ્પીચઃ સાંભળવાની અક્ષમતા ધરાવતા દિવ્યાંગજનો માટે આ એપ્લિકેશન ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે.
  3. સુલભતા સુવિધાઓઃ દિવ્યાંગજનો એપનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે તેમાં મોટા ફોન્ટ્સ અને વિશેષ રંગો જેવી સંખ્યાબંધ સુલભતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    આ એપ તમે એન્ડ્રોઇડઃ https://play.google.com/store/apps/details?id=pwd.eci.com.pwdapp

    ISO: https://apps.apple.com/in/app/saksham-eci/id1497864568 અહીંથી ડાઉનલૉડ કરી શકો છો.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…