નેશનલ

2023ના સાહિત્ય અકાદમી પુરસ્કાર થયા જાહેર, જાણો કોને મળ્યા એવોર્ડ

સાહિત્ય અકાદમીએ વર્ષ 2023 માટે કુલ 24 ભાષાના લેખક તેમ જ કવિઓ માટે પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આમાં હિન્દી માટે સંજીવ, ગુજરાતી માટે વિનોદ જોષી, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દુ માટે સાદિકા નવાબ સહરના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉર્દૂમાં આ બીજી વખત છે જ્યારે કોઈ મહિલાને એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. આ બધા લેખકો અને કવિઓને 12 માર્ચ, 2024ના રોજ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ માટે કવિ અને લેખકોની પસંદગી કરવા માટે દરેક ભાષા માટે ત્રણ જજોનું બોર્ડ બનાવવામાં આવ્યું છે.

સંજીવની નવલકથા મુઝે પહનાહોને હિન્દી માટે પસંદ કરવામાં આવી છે અને રાગા જાનકીમાં નીલમ શરણ ગૌરની નવલકથા રિક્વીમ અંગ્રેજી માટે પસંદ કરવામાં આવી છે.


સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનારા લેખકોને તાંબાની પ્લેટ જેવી ટ્રોફી, શાલ અને એક લાખ રૂપિયાની રકમ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. 12 માર્ચે કામાયની ઓડિટોરિયમમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સાહિત્ય અકાદમી 12 માર્ચે તેના 70 વર્ષ પૂર્ણ કરી રહી છે, તેથી આ ઉજવણી મહત્વપૂર્ણ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button