હેં, Indian Railwayમાં આવેલા છે Sachin Tendulkar, Virat Kohliના નામના રેલવે સ્ટેશન!
ઈન્ડિયન રેલવે એ દેશનું સૌથી વ્યસ્ત ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. પરંતુ હેડિંગ વાંચીને તમે પણ જો એવું વિચારી રહ્યા હોવ કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વિરાટ કોહલી (Virat Kohli)ના નામ પરથી આ બે રેલવે સ્ટેશનના નામ રાખવામાં આવ્યા હોય તો હકીકતમાં એવું નથી. આ બંને સ્ટેશનના નામ રાખવામાં આવ્યા એ પાછળની સ્ટોરી એકદમ અનોખી છે,
ચાલો એ વિશે વાત કરીએ-
સૌથી પહેલાં તો સચિન તેંડુલકર અને વિરાટ કોહલી એ ક્રિકેટની દુનિયાના બે મોટા માથા છે અને આ બંને દિગ્ગજ દુનિયાભરમાં પંકાયેલા ક્રિકેટના ચહેરા છે. સોશિયલ મીડિયા પર બંનેની તગડી ફેન ફોલોઈંગ છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ છે કે આ બંનેના નામ પરથી ભારતમાં રેલવે સ્ટેશન આવેલા છે, પણ બંનેનો આ સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. આપણામાંથી મોટા ભાગના લોકો જાણે છે કે ગુજરાતમાં સચિન નામનું રેલવે સ્ટેશન આવેલું છે અને મહારાષ્ટ્રમાં કોહલી નામનું રેલવે સ્ટેશન આવેલું છે. જોકે, મજાની વાત તો એ છે કે સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી બેમાંથી એક પણ જણે આ બંને રેલવે સ્ટેશનની મુલાકાત નથી લીધી. જો તમે વિચારી રહ્યા હોવ કે આ બંને પરથી પ્રેરાઈને જ આ રેલવે સ્ટેશનના નામ રાખવામાં આવ્યા છે તો એવું જરાય નથી.
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં આવેલું સચિન અને મહારાષ્ટ્રમાં આવેલું કોહલી રેલવે સ્ટેશન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના જન્મ પહેલાંથી જ અસ્તિત્વમાં છે. આનો સીધેસીધો અર્થ એવો થાય છે કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની લોકપ્રિયતાને કારણે આ રેલવે સ્ટેશનનું નામકરણ કરવામાં આવ્યું નથી.
Also read: વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ બનીને તૈયાર
સચિન નામનું આ રેલવે સ્ટેશન અગાઉ કહ્યું એમ ગુજરાતના સુરત નજીક આવેલા મુંબઈ-અમદાવાદ-જયપુર-દિલ્હી રૂટ પર આવેલું છે. થોડાક સમય પહેલાં જ ટીમ ઈન્ડિયાના એકસ કેપ્ટન કેપ્ટન સુનીલ ગાવસ્કરે વર્ષ 2023માં આ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાંની એક તસવીર પણ શેર કરી હતી. વાત કરીએ કોહલી રેલવે સ્ટેશનની તો ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કોહલીના નામ પરથી રેલવે સ્ટેશન નાગપુર સીઆર રેલવે વિભાગ હેઠળ ભોપાલ-નાગપુર સેક્શન પર આવેલું છે, જે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાલમેશ્વરના યેલકાપર ખાતે સ્ટેટ હાઈવે 250ની નજીક આવેલું છે.